Home » Top News » પાકિસ્તાનની ડુબતી નૈયાને ચીન ઉગારશે, ભારતના કાન સરવા થયા

News timeline

India
24 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

પાકિસ્તાનની ડુબતી નૈયાને ચીન ઉગારશે, ભારતના કાન સરવા થયા

ઈસ્લામાબાદ : પાકિસ્તાન તેના સદાબહાર દોસ્ત ચીનના દેવાના પહાડ તળે દબાયેલું છે. ચીન અનેક મહત્વપૂર્ણ યોજનાઓના બહાને પાકિસ્તાનને અઢળક નાણાં આપ્યા છે અને પાકિસ્તાન દેવાદાર બન્યું છે. પરંતુ હવે એ જ ચીને પાકિસ્તાનને કોઈ જ નાણાં ના આપવાનો નિર્ણય કર્યો છે. ચીન હવે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને લોન આપવાના બદલે ત્યાં અનેક ક્ષેત્રોમાં રોકાણ કરશે અને વ્યાપાર પણ લોંચ કરશે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તાજેતરમાં જ ચીનના પ્રવાસે ગયાં હતાં. તેઓ પાકિસ્તાનની અત્યંત ખાડે ગયેલી આર્થિક સ્થિતિને થાળે પાડવા માટે જરૂરી આર્થિક પેકેજ મેળવવાના ઈરાદે ચીન ગયાં હતાં. ચીનથી પરત ફર્યા બાદ ઈમરાન ખાનના કેબિનેટ સભ્યોએ દાવો કર્યો હતો કે તેમની યાત્રા સૌથી સફળ રહી હતી. ઈમરાન ખાનની આ મુલાકાતના કારણે જ લોન માટેની આઈએમએફ પર ઈસ્લામાબાદની નિર્ભરતા ઓછી કરવામાં મદદ મળી હતી.

આ મુલાકાતના એક સપ્તાહ બાદ નાણાંમંત્રી અસદ ઉમરે જાહેરાત કરી હતી કે પાકિસ્તાનના દેવાના સંકટને અસરકારક રીતે ઉકેલી લેવામાં આવ્યું છે. 12 બિલિયન ડૉલરની જરૂરિયાત સામે સાઉદી અરબ પાસેથી 6 બિલિયન ડૉલર આપવામાં આવ્યા છે. જ્યારે બાકીની રકમ ચીન તરફથી આપવામાં આવશે. સાથે જ ઉમરે એમ પણ કહ્યું હતું કે, આ માટે પાકિસ્તાનનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ચીન જશે.

જોકે ચીને હવે પાકિસ્તાનને રોકડ રકમ આપવાનો ઈનકાર કરી દીધો છે. લાહોરમાં ચીનના કોન્સલ જનરલ લાંગ ડિંગબિને જિયો ન્યૂઝને જણાવ્યું હત્તું કે, રોકડ રકમના બદલે ચીન પાકિસ્તાનને અનેક પ્રકારના બેલઆઉટ પેકેજ પુરા પાડવાની યોજના બનાવી રહ્યું છે. જેને અંતર્ગત ચીન પાકિસ્તાનની અનેક પરિયોજનામાં રોકાણ કરશે. જેમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અંતર્ગત અનેક પ્રોજેક્ટનો શામવેશ થાય છે.

લાંગે કહ્યું હતું કે, ચીન પાકિસ્તાનને ક્યારેય મધદરિયે નહીં છોડે અને તેની નબળી અર્થવ્યવસ્થાને સ્થિરતા આપવા વધારે સંસાધનોનો ઉપયોગ કરશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ચીન યાત્રા દરમિયાન બંને દેશોએ 15 નવી સમજુતિઓ પર હસ્તાક્ષર કર્યા હતા. જેના કારણે રાજકીય અને આર્થિક ક્ષેત્રે સહયોગ વધશે અને સાંસ્કૃતિક સંબંધોમાં પણ સુધાર આવશે.