Home » Top News » સીરિયામાં આ મહિને ઓછામાં ઓછા ૧.૨ લાખ લોકો વિસ્થાપિત : UN

News timeline

Canada
1 min ago

વર્લ્ડકપમાં ફ્રાન્સનો વિજય થતાં મોન્ટ્રિયલમાં પાર્ટીઓનો ધમધમાટ

Cricket
1 min ago

ફખર ઝમાનનો ફાસ્ટેસ્ટ ૧,૦૦૦ રનનો રિચર્ડનો રેકોર્ડ તોડ્યો

Gujarat
13 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
1 hour ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

સીરિયામાં આ મહિને ઓછામાં ઓછા ૧.૨ લાખ લોકો વિસ્થાપિત : UN

ગાલે : UN ના માનવતાવાદી અધિકારીઓએ કહ્યું કે, સીરિયામાં આ મહિનામાં ઓછામાં ઓછામાં ૧.૨ લાખ લોકો વિસ્થાપિત થયા છે. યુએન ઓફિસ ફોર કોઓર્ડિનેશન ઓફ હ્યુમન અફેર્સે કહ્યું કે, અલેપ્પો, હામા અને ઈદલિબ પ્રાંતો માંથી લોકો ૫ ઓક્ટોબર અને ૨૨ ઓક્ટોબરની વચ્ચે પોતાના ઘર છોડીને આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે, મોટાભાગના લોકો આ ત્રણ પ્રાંતમાં રહ્યા છે પરંતુ કેટલાક નજીકમાં તુર્કી સરહદની પાસે શિબિરોમાં જતા રહ્યા છે. તેમણે કહ્યું કે, અલેપ્પોના મોટાભાગના લોકો શહેરના પશ્ચિમમાં ગામ અને કસ્બાની તરફ ખસેડવામાં આવ્યા છે.

દુજારિકે કહ્યું કે, આ વિસ્થાપિત સીરિયન લોકોને ટેન્ટ, ઘરનો સામાન, ભોજન, પાણી અને સફાઈ વ્યવસ્થાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી મદદના સહયોગી પોતાની તરફથી મદદ કરી રહ્યા છે. ભોજનનું વિતરણ આ ત્રણ પ્રાંતોમાં વિસ્થાપિતોની વચ્ચે શરૂ થઈ ગયું છે પરંતુ તેને વધારવાની જરૂરિયાત છે.

ઉલ્લેખનીય છે કે, યમનમાં પણ ચાલી રહેલી રાજકીય કટોકટી અને હુતી બળવાખોરની વિરુધ્ધ સાઉદી અરેબિયાના નેતૃત્વના ચાલી રહેલા હવાઈ હુમલાના કારણે ૧,૨૦,૦૦૦ થી વધારે લોકો વિસ્થાપિત થવું પડ્યું હતું. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ મુજબ, સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકે સંયુક્ત રાષ્ટ્ર માનવીય મામલે સંકલન ઓફિસ નિવેદનથી જણાવ્યું કે, અબયાનમાં ૧,૭૩૦ થી વધારા વિસ્થાપિત પરિવાર સ્થાઈ રીતે સ્કૂલો, યજમાન સમુદાયો અને સંબધીઓ ઘરમાં રહેતા હતા. સંઘર્ષના કારણે લોકોને ખાવા સુધીની સમસ્યા થઈ રહી છે.