Home » Top News » ઇરાને અમેરિકાને લલકાર્યું, કહ્યું- ‘તેલ નિકાસનો રસ્તો બંધ કરી દઇશું’

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

ઇરાને અમેરિકાને લલકાર્યું, કહ્યું- ‘તેલ નિકાસનો રસ્તો બંધ કરી દઇશું’

નવી દિલ્હી :     ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ મંગળવારે અમેરિકા વિરુદ્ધ કડક વલણ અપનાવતા ખાડીથી કાચા તેલની આંતરરાષ્ટ્રીય વેચાણને બંધ કરવાની ચેતવણી આપી હતી. સમનાન પ્રાંતમાં યોજાયેલી એક રેલીને સંબોધિત કરતા રૂહાનીએ કહ્યું કે, અમેરિકાને ખબર હોવી જોઇએ કે તે ઇરાનના તેલની નિકાસને રોકી શકે તેમ નથી. ટીવી પર પ્રસારિત આ રેલીમાં રૂહાનીએ કહ્યું કે, જો અમેરિકા આવું કરવાનો પ્રયાસ પણ કરશે તો અમે ફારસની ખાડીમાંથી કોઇ તેલ બહાર જવા નહીં દઇએ.

ઇરાન 1980ના દશકથી આંતરરાષ્ટ્રીય દબાણને ધ્યાનમાં રાખતા તેલની નિકાસ રોકવાની ધમકી આપતું રહે છે, પરંતું તેને એવું ક્યારેય કર્યું નથી. ઇરાન અને વિશ્વની મુખ્ય તાકાતોની વચ્ચે 2015માં થયેલા પરમાણું કરારમાંથી અમેરિકા મે મહિનામાં બહાર નીકળી ગયું હતું. ત્યારબાદ અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધ ફરીથી લગાવી દીધો હતો અને સાથે દુનિયાના ઘણા દેશોને ઇરાન પાસેથી તેલ ખરીદવા માટે મનાઇ કરી હતી. જો કે, બાદમાં અમેરિકાએ અસ્થાયી રૂપથી 8 દેશોને આ મામલામાં અમુક છૂટ આપવામાં આવી હતી.