Home » Headline News » સાઉદી સાથેની તંગદિલી, જાન્યુઆરીથી OPECમાંથી ખસી જવાનો કતારનો નિર્ણય

News timeline

Gandhinagar
1 hour ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
1 hour ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

સાઉદી સાથેની તંગદિલી, જાન્યુઆરીથી OPECમાંથી ખસી જવાનો કતારનો નિર્ણય

દોહા : આખા વિશ્વમાં એલએનજીની સૌથી વધુ નિકાસ કરનાર દેશ કતારે જાન્યુઆરી 2019થી ઓઇલનું ઉત્પાદન કરતા દેશોનાં સંગઠન OPECમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો છે. કતારના એનર્જીપ્રધાન સાદ-અલ-કાબીએ આની જાહેરાત કરતાં કહ્યું કે, કતાર હવે ગેસનાં ઉત્પાદન પર વધુ ધ્યાન આપવા માગે છે તેથી તેણે OPEC જેવા ઓઇલઉત્પાદક દેશોનું સંગઠન છોડવાનો નિર્ણય લીધો છે. કતારે જાન્યુઆરી 2019થી OPECનું સભ્યપદ પાછું આપવા નિર્ણય લીધો છે. ઓપેકના સભ્ય દેશોને તેની જાણ કરાઈ છે. કતારે જાહેરાત કરી હતી કે તેનો ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય રાજકીય નથી. કતાર હવે એલએનજીનાં ઉત્પાદન ભાર મૂકીને 2024 સુધીમાં તેનું ઉત્પાદન રોજના 11 કરોડ ટન કરવા માગે છે.

લાંબા ગાળાની વિકાસયોજનાના ભાગરૂપે ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે, તે ઓપેકની ૬ઠ્ઠીની બેઠકમાં હાજર રહેશે અને તેના નિર્ણયોનું પાલન કરશે. ઓપેકના સભ્ય દેશોની 6 ડિસેમ્બરે મહત્ત્વની બેઠક મળી રહી છે તે પહેલાં કતારે આ જાહેરાત કરી છે. ઓપેકની રચનાના એક વર્ષ પછી 1961માં તે ઓપેકનો સભ્ય બન્યો હતો. 57 વર્ષ પછી ઓપેકમાંથી બહાર નીકળનાર તે ઓપેકનો પહેલો સભ્ય દેશ હશે. ઓપેકમાંથી કતારના ખસી જવાથી માર્કેટમાં કોઈ અસર થશે નહીં તેમ નિષ્ણાતોનું માનવું છે.

કતારના સંબંધો હાલ સાઉદી અરેબિયા, યુએઈ, બહરીન અને ઇજિપ્ત જેવા પડોશી દેશો સાથે તંગદિલીભર્યા બન્યા છે. આતંકવાદને ટેકો આપવાના મામલે આ દેશોએ કતાર સાથેના વ્યાપારી, આર્થિક તેમજ રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે અને જૂન 2017થી કતારનો બહિષ્કાર કર્યો છે. કતારે આતંકવાદને ટેકો આપતો હોવાના અન્ય દેશોના આક્ષેપો ફગાવ્યા છે અને તેને પોતાનાં સાર્વભૌમત્વ પર આક્રમણ સમાન ગણાવ્યા છે. કાબીએ કહ્યું હતું કે કતાર ક્રૂડઓઇલનું ઉત્પાદન ભવિષ્યમાં ચાલુ રાખશે. અલબત તે હવે ગેસનાં ઉત્પાદન પર વધુ ધ્યાન આપવાનો છે.