Home » World » ઇસ્લામને પોતાના પ્રમાણે ઢાળશે ચીન, નમાજ-દાઢી અને હિજાબ પર મૂકયો પ્રતિબંધ!

News timeline

Bhuj
11 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
15 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

ઇસ્લામને પોતાના પ્રમાણે ઢાળશે ચીન, નમાજ-દાઢી અને હિજાબ પર મૂકયો પ્રતિબંધ!


શિનજિયાંગ : ચીનમાં ઇસ્લામનું સ્વદેશીકરણ કરવા માટે એક કાયદો બનાવવામાં આવ્યો છે. જે મુજબ આગામી પાંચ વર્ષમાં ઇસ્લામમાં ચીનનાં મૂલ્યો ઉમેરવામાં આવશે. આ કાયદામાં ઇસ્લામના સિનિસાઇઝેશનની વાત કરવામાં આવી છે- જેનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુનું ચીનીકરણ કરવું. ચીનના સરકારી અધિકારીઓનાં આઠ ઇસ્લામિક એસોસિયેશનથી વિચારવિમર્શ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમ સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું.

અહેવાલ મુજબ અધિકારીઓએ એ વાત પર સહમતી દર્શાવી હતી કે ઇસ્લામમાં સમાજવાદનાં મૂલ્યોને સામેલ કરવામાં આવે અને ધર્મનું ચીનીકરણ કરવામાં આવશે.


ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર મુસ્લિમો પર પ્રતિબંધના અહેવાલ પછી આ નિયમ બનાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આશરે ૧૦ લાખ ઉઇગુર મુસ્લિમોને ચીનના કેમ્પોમાં રાખવામાં આવ્યા છે અને તેમને ઇસ્લામ મુજબ પરંપરાઓનું પાલન નથી કરવા દેવામાં આવતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે ચીનના કેટલાય હિસ્સાઓમાં ઇસ્લામને માનવું ગેરકાયદે છે. આ વિસ્તારોમાં રોજા રાખવા, નમાજ અદા કરવી, દાઢી વધારવી અને પછી હિજાબ પહેરનારની ધરપકડ કરવામાં આવે છે.