Home » Headline News » અફઘાનિસ્તાનમાં સોનાની ખાણ ધસી, ૩૦ મોત

News timeline

India
34 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
57 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

અફઘાનિસ્તાનમાં સોનાની ખાણ ધસી, ૩૦ મોત

કાબુલ :અફઘાનિસ્તાનમાં બદખશાં પ્રાંતના કોહિસ્તાન જિલ્લામાં સોનાની એક ખાણ ધસી પડવાથી ૩૦ લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં ૭ લોકોને ઈજા થઈ હતી. કોહિસ્તાન જિલ્લાના ગવર્નર મોહમ્મદ રુસ્તમ રાઘઘીએ આ વાતની પુષ્ટિ કરી હતી, તેમણે જણાવ્યું કે, રવિવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. આ પ્રાંતના ગવર્નરના પ્રવક્તા નેક મોહમ્મદ નઝારીએ જણાવ્યું કે, ગામનાં લોકો સોનાની શોધમાં નદીતળથી ૬૦ મીટર નીચે ખાડો ખોદી રહ્યાં હતાં.

આ દરમિયાન ખાડાની એક તરફની દીવાલ ધસી પડી અને અંદર ઊતરેલાં તમામ લોકો દબાઈ ગયાં. તેઓ ખાડો ખોદવા માટે મશીનનો ઉપયોગ કરી રહ્યાં હતાં. બીજી તરફ તેમણે ખાણની દીવાલ કેવી રીતે અને શા કારણે ધસી પડી તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. તેમણે જણાવ્યું કે, સોનું શોધવા આવેલાં લોકો સ્થાનિકો હતાં. કોઈ પ્રોફેશનલ લોકો સોનું શોધવા આવ્યાં નહોતાં. તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકો અહીંયાં દાયકાઓથી કામ કરી રહ્યાં છે. સરકારે તેમના ઉપર કોઈ નિયંત્રણ મૂક્યાં નથી તેથી સ્થિતિ કાબૂ બહાર છે.

નઝારીએ જણાવ્યું કે, હાલમાં બચાવકામગીરી ઝડપથી ચાલી રહી છે. તે પહેલાં ગ્રામીણો દ્વારા જ મૃતદેહોને બહાર કાઢવાની અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, બદખશાં આફઘાનિસ્તાના સીમાડે આવેલો વિસ્તાર છે અને ત્યાંથી તાઝિકિસ્તાન, ચીન અને પાકિસ્તાનની સીમા નજીક છે. અહીંયાં ખાણ ધસવાની ઘટનાઓ ખૂબ જ સામાન્ય છે. શિયાળામાં અહીંયાં ભૂસ્ખલન અને ખાણ ધસી પડવાની ઘટનાઓ વધી જાય છે.