Home » World » બ્રેક્ઝિટના કારણે બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય અને ચીની વિદ્યાર્થીઓની માગ વધશે

News timeline

India
26 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
49 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
53 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

બ્રેક્ઝિટના કારણે બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય અને ચીની વિદ્યાર્થીઓની માગ વધશે

લંડન : બ્રેકઝિટના કારણે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી બ્રિટનના મોટાભાગની યુનિ.એ હવે ભારત અને ચીન તરફ નજર કરી છે અને આ દેશોના વધુ વિદ્યાર્થીઓને પોતાની યુનિ.માં પ્રવેશ આપવા વિચાર્યું છે. વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી મોટો વર્ગ ભારત અને ચીનો હશે. મોટાભાગની યુનિ.ના વડાઓ માને છે કે બ્રિટિશ વિદ્યાર્થીઓ કરતાં તો વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી જશે જેના થકી તેઓ નાણાકીય કટોકટીનો સામનો કરી શકશે.

ગ્લાસગો યુનિ.ના કુલપતિ અને બ્રિટનની ૨૪ યુનિ.ઓનું પ્રતિનીધીત્વ કરનાર રસેલ ગુ્રપના ચેરમેન એન્ટોન મુસ્કાટેલે કહ્યું હતું કે હવે તમામ અગ્રણી યુનિ. વિદેશી વિદ્યાર્થીઓની વધુ ભરતી કરશે, ખાસ તો ભારત અને ચીનના વિદ્યાર્થીઓને વધુ પ્રવેશ અપાશે.ગ્લાસગો યુરોપીયન યુનિયનમાં હજુ વધુ વધારો કરવા ઇચ્છતા અને કુલ વિદ્યાથીઓમાં ૫૦ ટકા વિદેશી ઇચ્છતાં મુસ્કાટેલે કહ્યું હતું ‘મોટાભાગની યુનિ.ની આવકમાં મોટો ઘડાટો થયો હોવાથી તેઓ આ જ વિકલ્પને પસંદ કરશે’.

અહેવાલ મુજબ, યુકેના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ત્રણ ગણો નુકસાન થશે. એક , કોઇપણ જાતના સોદા વગર બ્રિટન યુઇમાંથી બહાર નીકળે છે,બે યુકેને રિસર્ચનાંં ૧.૩ અબજ પાઉન્ડમાંથી કંઇ જ નહીં મળે અને ત્રણ યુરોપિયન વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે. ઉપરાંત સરકારી સમીક્ષામાં ફીમાં ઘટાડો કરી અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે ૬૫૦૦ પાઉન્ડ ફી  વસુલાત કરી શકશે.યુનિ. કોલેજ લંડનના પ્રોફેસર મિકાઇલ આર્થરે કહ્યું હતું કે તમામ યુનિ.ઓએ ૫૦ ટકા વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે.