Home » World » શટડાઉનનો અંત લાવવા ટ્રમ્પે મેક્સિકોની સરહદે સ્ટીલની વાડ નાંખવાની ઓફર કરી

News timeline

India
21 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
44 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
48 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

શટડાઉનનો અંત લાવવા ટ્રમ્પે મેક્સિકોની સરહદે સ્ટીલની વાડ નાંખવાની ઓફર કરી

વોશિંગ્ટન : છેલ્લા પંદર દિવસથી થયેલા સરકારી આંશિક શટડાઉનના મુદ્દાને ઉકેલવા મેક્સિકોની દક્ષિણી સરહદે કોંક્રીટની દિવાલને બદલે સ્ટીલની દિવાલ બાંધવા પ્રમુખ ટ્રમ્પે ઓફર કરી હતી.અનેક ફેડરલ એજન્સીઓ માટે ફંડ પુરૂં થતા અને પ્રમુખ ટ્રમ્પે તેમની પ્રિય યોજના અમેરિકા-મેક્સિકો સરહદે દિવાલ બાંધવા પાંચ અબજ ડોલરની જોગવાઇના સમાવેશ વગર   ખર્ચના બિલ પર સહી કરવા ઇનકાર  કરતાં ૨૨ ડિસેમ્બરથી શટડાઉનની શરૂઆત થઇ હતી.

સરહદી સુરક્ષા માટે હાઉસમાં પ્રભૂત્વ ધરાવતા ડેમોક્રેટસ સાંસદોએ માત્ર ૧.૩ અબજ ડોલર  આપવા જ તૈયારી બતાવી હતી.રવિવારે સેનેટના માઇનોરિટી લીડર ચક શુમર, હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તેમજ ઉપ પ્રમુખ માઇક પેન્સ વચ્ચે યોજાયેલી બેઠક પછી ટ્રમ્પે આ ટીપ્પણી કરી હતી.તેઓ માને છે કે મટિરિયલ્સમાં કરેલા ફેરફારથી ડેમોક્રેટ્સનો ગુસ્સો શાંત થશે.

‘અમે હવે કોંક્રીટને બદલે સ્ટીલની વાડ ઊભી કરવા વિચારીએ છીએ. આ દિવાલ મજબૂત પણ છે અને અવરોધક પણ છે. સારો ઉકેલ છે અને મેડ ઇન અમેરિકા’એમ ટ્રમ્પે કહ્યું હતું.’પેન્સ અને જુથ તેમજ શુંમર અને પેલોસીના પ્રતિનીધીઓ વચ્ચે સકારાત્મક બેઠક રહી હતી સરહદી સુરક્ષાની  વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી’એમ તેમણે કહ્યું હતું. ટ્રમ્પના સાથીઓ અનેક લોકોના સંપર્કમાં હતા અને તમામને ટ્રમ્પે એમ કહ્યું હતું કે  સરકાર સ્ટીલની દિવાલ બનાવશે જે વધારે અવરાધક છે.આ ઉકેલ વધારે સારો છે.

ડેમોક્રેટસ કહે છે કે તેમનો વિરોધ નૈતિકતા અને અસરકારકતાનો છે.તેઓ કહે છે કે દિવાલ ગેર કાયદે ઇમિગ્રેશનને રોકી શકશે નહીં, બલકે એ પૈસાનું રોકાણ વધુ સુરક્ષિત ટેકનોલોજી માટે કરવો જોઇએ. બંને વચ્ચેનો મતભેદ આંશિક શટડાઉનનું મુખ્ય કારણ છે.