Home » Headline News » ચીને ભારતની સરહદે ખડક્યું શક્તિશાળી હથિયાર

News timeline

India
26 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
49 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
54 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

ચીને ભારતની સરહદે ખડક્યું શક્તિશાળી હથિયાર

નવી દિલ્હી :    ચીને હજી ગઈ કાલે જ સ્ટીલ્થ જાસુસી વિમાન દુનિયા સમક્ષ ખુલ્લુ મુક્યું હતું. ઉપરાંત ચીને તિબ્બેટમાં હળવી પરંતુ આકરી મારક ક્ષમતા ધરાવતી યુદ્ધટેંકો તૈનાત કર્યા બાદ હવે ભારતને અડીને આવેલી તિબેટની સરહદ પર હોવિત્ઝર તોપો ખડકી દીધી છે.

ચીનના સત્તાવાર માધ્યમોએ આ બાબતને સમર્થન આપતા કહ્યું હતું કે, સરહદ પર સૈન્ય ક્ષમતા વધારવા માટે ચીન સરહદ પર મોબાઈલ હોવિત્ઝર તોપો તૈનાત કરી છે. ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ અનુંસાર સ્વાયત્ત ક્ષેત્ર તિબ્બેટમાં પીપલ્સ લિબરેશન આર્મીને સક્ષમ બનાવવા માટે મોબાઈલ હોવિત્ઝર તોપો ગોઠવવામાં આવી છે. ખાસ કરીને સરહદી સુરક્ષાને વધારે સઘન બનાવવા માટે આ તૈયારી કરવામાં આવી છે.

ચીની સેનના જાણકારોના હવાલાથી આપવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ PLC-181 મોબાઈલ હોવિત્ઝર તોપોને વાહનો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાશે. અહેવાલ અનુંસાર શનિવારે પીએલએએ પોતાના વીચેટ એકાઉંટ પર આ વાતની જાણકારી આપી હતી. અહેવાલ અનુંસાર 2017માં ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે થયેલા ગતિરોધ દરમિયાન પણ તેમણે તિબ્બેટમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મિલિટરી એક્સપર્ટ સોંગ ઝોંગપિંગે ગ્લોબલ ટાઈમ્સની જણાવ્યું હતું કે, હોવિત્ઝર તોપો 50 કિલોમીટરથી પણ વધારે અંતર સુધી પ્રહાર કરી શકે છે. આ તોપો પીએલએને તિબ્બેટમાં અત્યંત ઉંચાઈવાળા વિસ્તારોમાં પણ મદદરૂપ થશે.