Home » World » સિંગાપોરમાં છેડતીની પિડીતાના નિવેદનમાં ચેંડાં કરનાર ભારતીય મૂળની મહિલા પોલીસને જેલ

News timeline

Bhuj
14 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
19 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

સિંગાપોરમાં છેડતીની પિડીતાના નિવેદનમાં ચેંડાં કરનાર ભારતીય મૂળની મહિલા પોલીસને જેલ

સિંગાપોર : સિંગાપોરમાં છેડતીનો ભોગ બનેલી એક મહિલાના નિવેદન સાથે ચેંડા કરી ખોટું નિવેદન લખનાર ભારતીય મૂળની એક મહિલા પોલીસને પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ખોટું નિવેદન કરવાના કારણે પિડીતા સામે પણ ખોટી માહિતી આપવાનો આરોપ લગભગ મૂકાઇ ગયો હતો. ૩૮ વર્ષની સ્ટાફ સાર્જન્ટ કલાઇવાણી કાલીમુથ્થુ પીડિતાના કેસમાં તપાસ કરી રહી હતી ત્યારે એણે આ ચેંડા કરેલા.

પિડીતાએ માર્ચ ૨૦૧૬માં ફરિયાદ લખાવી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એક પુરૂષે તેની છેડતી કરી હતી અને બળાત્કારનો પણ પ્રયાસ કર્યો હતો. આ કેસની તપાસ કાલીમુથ્થુને સોંપાઇ હતી જેણે પિડીતાને બોલાવી હતી પરંતુ  ઇન્ટરવ્યુ  લઇ શકી નહતી. કાલીમુથ્થુને આ કેસ ઝડપથી  પુરૂં કરવાની ઉતાવણ હોવાથી તેણે પિડીતાના નિવેદનમાં ચેંડા કર્યા હતા. તેણે પિડીતાની ગેરહાજરીમાં જ નવેમ્બરમાં પોલીસ વિભાગે આપેલા લેપટોપમાં આ નિવેદન નોંધ્યું હતું.