Home » World » અમેરિકાની 2020ની પ્રમુખની ચૂંટણી અંગે હજી સુધી વિચાર કર્યો નથીઃ કમલા હેરિસ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

અમેરિકાની 2020ની પ્રમુખની ચૂંટણી અંગે હજી સુધી વિચાર કર્યો નથીઃ કમલા હેરિસ

વોશિંગ્ટન : અમેરિકામાં સૌ પ્રથમ સાંસદ બનનાર પ્રથમ ભારતીય મૂળની કમલા હેરિસે કહ્યું હતું કે ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી અંગે ટુંક સમયમાં તેઓ નિર્ણય લેશે અને તેઓ માને છે કે અમેરિકનો દેશના સર્વોચ્ચે સ્થાને કોઇ મિક્ષિત રંગની મહિલાને સ્વીકારવા તૈયાર છે.૨૦૨૦ની ચૂંટણી પહેંલા  નવું સ્મૃત્તિ પુસ્તક બહાર પાડનાર પ્રમુખપદની સંભવિત ઉમેદવાર હેરિસે  જોકે વ્હાઇટ હાઉસ માટે તેઓ પ્રમુખ ટ્રમ્પને પડકારશે કે કેમ તેનો જવાબ ટાળ્યો હતો.

૫૪ વર્ષના હેરિસને ૨૦૨૦ની પ્રમુખપદની રેસમાં ટ્રમ્પને પડકારવા ડેમોક્રેટિક પાર્ટીના મજબૂત ઉેમેદવાર તરીકે જોવામાં આવે છે.’ ટુંક સમયમાં હું આ અંગે કોઇ નિર્ણય લઇ લઇશ, આ ક્ષણે નહીં’એમ તેમણે એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.કેલિફોર્નિયાના સેનેટર હાલમાં પોતાના પુસ્તકના વેચાણ માટે પ્રવાસે છે.’ધી ટ્રુથ વી હોલ્ડઃ એન અમેરિકન જર્ની’નામનું આ  પુસ્તક બુધવારથી વેચાણમાં મૂકાયું હતું. એ પુસ્તકમાં હેરિસે કહ્યું છે કે તેઓ માને છે કે અમેરિકા  હવે કોઇ બિન શ્વેત અને તે પણ મહિલાને પ્રમુખ તરીકે સ્વીકારવા તૈયાર છે.

બાળકો માટેનું તેમનું એક અન્ય પુસ્તક પણ એકસાથે જ વેચાણમાં મૂકાયું હતું.’હું એમ કહીશ કે આપણે અમેરિકન લોકોને વધુ ક્રેડિટ આપવી જોઇએ. આપણે એ પણ સમજવું પડશે કે અમેરિકન પ્રજા અને આપણા દેશના લોકો એટલા હોંશિયાર છે કે કોણ કાબેલ છે તેના આધારે તેમનો નેતા કોણ હોઇ શકે તે અંગેનો નિર્ણય લઇ શકે એટલા સમજુ છે. દેશનું નેતૃત્વ કરવા કોની પ્રમાણિક ઇચ્છા છે, કોણ તેમનું પ્રતિનીધીત્વ કરી શકે છે, તેઓ કોને જોવા ઇચ્છે છે અને જો તેમની પાસે સત્તા ના પણ હોય તો તેમના પૈકી કોણ તેમનું અવાજ બની શકે છે આ તમામ બાબતો પર વિચાર કરીને જ તેઓ નેતાને પંસંદ કરે છે.