Home » World » પાકિસ્તાનમાં સોશિયલ મીડિયામાં 200 લેડી ડોકટરોને બ્લેકમેલ કરનારને 24 વર્ષની જેલ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયામાં 200 લેડી ડોકટરોને બ્લેકમેલ કરનારને 24 વર્ષની જેલ

લાહોર : પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે સોશિયલ મીડિયા મારફતે દેશની ૨૦૦ લેડી ડોકટર અને નર્સોને બ્લેકમેલ કરનાર સાયબર અપરાધીને ૨૪ વર્ષની સડા ફટકારી હતી.દેશના ઇતિહાસમાં સોશિયલ મીડિયા સબંધીત ગુનામાં કોઇને મળેલી આ સજા સૌથી લાંબી અને મહત્ત્તમ છે.

લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટના જજ સજ્જાદ અહેમદે બુધવારે  અબ્દુલ વહાબને રૂપિયા સાત લાખના દંડ અને ૨૪ વર્ષની જેલની સજા ફટકારી હતી.

 જજે વહાબને ૧૪ વર્ષની સજાની સાથે રૂપિયા પાંચ લાખના દંડની સજા કરી હતી. ઉપરાંત તેને સાત વર્ષની જેલ અને રૂપિયા એક લાખના દંડની સજા ફટકારી હતી. વધારામાં તેને ત્રણ વર્ષની જેલ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો.’આ તમામ સજા એક સાથે ભોગવવી પડશે અને ફોજદારી ધારાની કલમ ૩૮૨-બીનો લાભ પણ આરોપીને અપાશે’એમ કોર્ટે કહ્યું હતું.કલમ ૩૮૨-બી અનુસાર આરોપી પર લાદવામાં આવેલી સજામાં જેટલો સમય તેણે જેલમાં ભોગવ્યો હોય તેટલા સમયગાળાને  જેલની સજામાંથી  ઘટાડી દેવામાં આવશે.

પંજાબના લાય્યાહ જિલ્લોના વતની વહાબે આશરે ૨૦૦ લેડી ડોકટરો અને કેટલીક સરકારી કોલેજની ભણતી નર્સોને સોશિયલ મીડિયા મારફતે બ્લેકમેલ કર્યા હતા તેનો ઘટસ્ફોટ થયા પછી ૨૦૧૫માં પકડી લેવામાં આવ્યો હતો.પરિણામે લાહોર પોલીસે યંગ ડોકટર્સ એસોસિએશનની ફરીયાદ પર વહાબની ધરપકડ કરી હતી. ભોગ બનેલાઓમાં મોટાભાગને હાઉસ ઓફિસર્સ અને કિંગ એડવર્ડ મેડિકલ યુનિ, ફાતીમા જન્નાહ મેડિકલ યુનિ. અને  લાહોરની ચિલ્ડ્રન હોસ્પિટલના  પોસ્ટ ગ્રેજ્યુએટ  ટ્રનીઓનો સમાવેશ થતો હતો.

આરોપી પોતાની જાતને સેનાના જાસુસ તરીકે રજૂ કરતો અને પિડીતોના વાંધાજનક  ફોટા ફેસબુક એકાઉન્ટમાં મૂકી દેશે એવી ધમકી આપી તેમની પાસેથી પૈસા પડાવતો હતો.