Home » World » સૈન્ય, આઇએસઆઇ પોતાની હદમાં રહે, રાજકીય પ્રવૃત્તિમાં ન જોડાય : પાક. સુપ્રીમે પાંખો કાપી

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
7 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

સૈન્ય, આઇએસઆઇ પોતાની હદમાં રહે, રાજકીય પ્રવૃત્તિમાં ન જોડાય : પાક. સુપ્રીમે પાંખો કાપી

ઇસ્લામાબાદ :પાકિસ્તાનમાં સૈન્ય અને જાસુસી સંસ્થા આઇએસઆઇ બન્ને મનમાનીથી દેશમાં કામ કરી રહ્યા છે, જેને પગલે પાક.ની સુપ્રીમ કોર્ટે સૈન્ય અને એજન્સી બન્નેને ફટકાર લગાવી છે. પાકિસ્તાનમાં ભાગ્યે જ જોવા મળતા કિસ્સા સમાન આ મામલો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સૈન્ય અને જાસુસી સંસ્થા બન્નેને કહ્યંુ છે કે કાયદામાં રહીને કામગીરી કરે. એટલુ જ નહીં સૈન્યને દેશની કોઇ પણ રાજકીય પ્રવૃત્તિમાં પણ ભાગ લેવાની ના પાડી દીધી છે અને પ્રતિબંધ મુકી દીધો છે. પાકિસ્તાનમાં સરકાર કરતા સૈન્ય સર્વોચ્ચ બની બેઠી છે અને ગમે ત્યારે સત્તા પલટો કરી નાખે છે. જોકે સુપ્રીમ કોર્ટે પાક. સૈન્ય અને એજન્સી બન્નેની પાંખો જ કાપી નાખતો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સરકારને આદેશ આપ્યા હતા કે સૈન્ય,નેવી,એરફોર્સમાંથી જો કોઇ વ્યક્તિ પોતાની શપથનો ભંગ કરે તો તેની વિરુદ્ધ તાત્કાલીક ધોરણે પગલા લેવામાં આવે. પાકિસ્તાનની ગત સંસદની ચૂંટણીમાં ઇમરાન ખાનના પક્ષને પાક. સૈન્યનું સમર્થન હતું તેવા અનેક રિપોર્ટ સામે આવ્યા હતા, આ ઉપરાંત ખુલ્લેઆમ ઇમરાન ખાન સાથે સૈન્ય વડા અનેક વખત જોવા મળ્યા હતા. આ પ્રકારના રિપોર્ટને ધ્યાનમાં રાખીને જ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. સાથે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જો કોઇ વ્યક્તિ અન્ય કોઇ વ્યક્તિને નુકસાન પહોંચે તેવા ફતવા જારી કરે અને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી આવા ફતવા જારી કરે તેવી વ્યક્તિ વિરુદ્ધ પણ પાકિસ્તાન પીનલ કોડ અને આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આકરા પગલા લેવામાં આવે.