વોશિંગ્ટન : સીલીકોન વેલીની ગુગલ જેવી કંપનીના સમર્થનથી ગ્રીન કાર્ડ પર દેશ પ્રમાણે મર્યાદા લાદવા આજે બે એક સરખા ખરડા સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં પણ રજૂ કરાયા હતા.
જો આ ખરડો પસાર કરી દેવાશે તો આનાથી સેંકડો ભારતીય આઇટી પ્રોફેશનલસને મોટો ફાયદો થશે જેઓ અમેરિકામાં કાયમી નિવાસ માટે વર્ષોથી રાહ જોઇ રહ્યા છે.સેનેટમાં રિપબ્લીકન માઇક લી અને ડેમોક્રેટીક પક્ષ તરફથી પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે ‘ફેરનેસ ફોર હાઇસ્કીલ્ડ ઇમિગ્રેન્ટ્સ એક્ટ’ખરડો રજૂ કર્યો હતો.
હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં ‘ફેરનેસ ફોર હાઇસ્કીલ્ડ ઇમિગ્રેન્ટ્સ એક્ટ (એચઆર ૧૦૪૪) ખરડો કોંગ્રેસમેન ઝોઇ લોફગ્રેન અને કેન બકે રજૂ કર્યો હતો.જો આ ખરડો પાસ થઇને કાયદો બની જશે તો હાલમાં એચવન-બી વિઝા પર અમેરિકામાં કામ કરતાં હજારો ભારતીય આઇટી પ્રોફેશનલ્સને લાભ થશે જેઓ એક દાયકા કરતાં પણ વધુ સમયથી કાયમી નિવાસ માટે પ્રયાસો કરે છે.
ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં જેની સૌથી વધુ માગ છે તે એચવન-બી વિઝા નોન-ઇમિગ્રેન્ટ વિઝા છે જે અમેરિકાની કંપનીઓને જેમાં ટેકનિકલ અને થીએટ્રીકલ નિષ્ણાતોની જરૃર પડે છે તેવા વિદેશી પ્રોફેશન્લસને નોકરી પર રાખવા મંજૂરી આપે છે.
કાયમી નિવાસ કાર્ડ તરીકે ઓળખાતા ગ્રીન કાર્ડથી વ્યક્તિને અમેરિકામાં કાયમી રહેવા અને નોકરી કરવાની છુટ મળે છે. તાજેતરના કેટલાક અહેવાલ અનુસાર,કેટલીક કેટેગરીમાં ભારતીય પ્રોફેશનલ્સને હાલના કાયદા અનુસાર અમેરિકામાં કાયમી નિવાસી બનવા ૧૫૧ વર્ષની રાહ જોવી પડશે. ઉપરાંત જેમને ગ્રીન કાર્ડ મળી ગયા હોય તેવા દેશ પર મર્યાદા લાદે છે.
We are Social