Home » World » અમેરિકાના ભારે હિમપ્રપાતની થપાટ હવે ભારતને પણ વાગી

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

અમેરિકાના ભારે હિમપ્રપાતની થપાટ હવે ભારતને પણ વાગી

મુંબઇ : અમેરિકામાં થઇ રહેલા જીવલેણ હિમપ્રપાતની થપાટ હવે ભારતને પણ વાગી છે.છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે.ઉત્તર ભારતનાં સાત રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો અનુભવાઇ રહ્યો છે. કાશ્મીર, મસુરી, કેદારનાથ,બદ્રીનાથ,શિમલામાં ચારે તરફ બરફ છવાઇ ગયો છે.  આ બધાં સ્થળોએ લઘુત્તમ તાપમાનનો પારો માઇનસ ૭ ડિગ્રી જેટલોે નીચો નાંધાયો હતો.

હાલ ભારતમાં થઇ રહેલી ભારે બરફ વર્ષા અને  હવામાનમાં થઇ રહેલા ચિંતાજનક ફેરફારનું કારણ પોલાર વોર્ટેક્સ(ઉત્તરધ્રવના પવનો)ની સીધી અસરછે એવી વિશિષ્ટ માહિતી સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ સર્વિસીસના વાઇસ ચેરમેન અને વિશ્વ પ્રસિદ્ધ હવામાનશાસ્ત્રી ડો.લક્ષ્મણ સિંહ રાઠોડે ગુજરાત સમાચારને આપી હતી.

  ભારતીય હવામાન ખાતાના ડાયરેક્ટર જનરલ તરીકે ઉત્તમ સેવા આપી ચૂકેલા ડો.લક્ષ્મણ સિંહ રાઠોડે  જયપુરથી એક ખાસ ટેલિફોનિક ઇન્ટર્વ્યુમાં ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે હાલ અમેરિકાના મીડ વેસ્ટ વિસ્તારનાં ૧૦ રાજ્યોમાં પોલાર વોર્ટેક્સની ભારે અસર થઇ રહી છે.

અમુક રાજ્યોનું લઘુત્તમ તાપમાન માઇનસ(-)૩૩થી માઇનસ(-) ૫૨ ડિગ્રી સેલ્સિયસ જેટલા કલ્પનાતીત તબક્કે પહોંચી ગયું હતું.આ પ્રકારના હવામાનમાં જેટ સ્ટ્રીમ(પૃથ્વીના વાતાવરણના ટ્રોપોસ્ફિયરના પટ્ટામાં તીવ્ર ઝડપથી અને બહુ સાંકડા પટ્ટામાં ફૂંકાતા પવનોનો પ્રવાહ)બહુ મહત્વનું પરિબળ ગણાય છે.હવે જેટ સ્ટ્રીમની અસર નબળી પડી જાય ત્યારે તે ફંટાઇને દક્ષિણ દિશા ભણી  ગતિ કરે છે.