Home » World » પરમાણુ હથિયારનો પ્રયોગ ન કરવાની 55 વર્ષ જૂની પોલિસી ચીન રદ કરશે

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
7 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

પરમાણુ હથિયારનો પ્રયોગ ન કરવાની 55 વર્ષ જૂની પોલિસી ચીન રદ કરશે

બિજીંગ : અમેરિકા-રશિયાનું શીતયુદ્ધ ૧૯૯૧માં ખતમ થઈ ગયું છે. પરંતુ હવે ચીન-અમેરિકા વચ્ચે નવું કૉલ્ડ વૉર આરંભાઈ ચૂક્યુ છે. સાઉથ ચાઈના સી મુદ્દે ચીન અને અમેરિકા ઘણા વર્ષોથી એકબીજાની સામસામે આવી ગયા છે. પરંતુ હવે સુપર પાવર બનવાની દોટમાં આક્રમકતા ભળી છે.

ચીને અમેરિકાને જવાબ આપવા માટે પરમાણુ સંચાલિત ચાર નવા વિમાનવાહક જહાજો તૈયાર કરવાનું નક્કી કર્યું છે. ૨૦૩૫ સુધીમાં આ યુદ્ધ જહાજો તૈયાર થશે. ચીની સરકાર મોટા ભાગના પ્રોજેક્ટ સમય કરતાં પહેલા પૂરાં કરવામાં માને છે, માટેે પંદર વર્ષમાં ચાર એરક્રાફ્ટ કેરિયર તૈયાર થઈ જાય તો નવાઈ નહીં.

દરમિયાન ચીનના અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે વધારે સ્ફોટક દાવો કર્યો છે. આ આખબારના અહેવાલ પ્રમાણે ચીન તેની નો ફર્સ્ટ યુઝ પોલિસી બદલવાનો વિચાર કરી રહ્યું છે. પરમાણુ હથિયારો ધરાવતા દેશો નો ફર્સ્ટ યુઝ પોલિસી પર સંધિ કરતાં હોય છે.

એ પ્રમાણે કોઈ દેશ પરમાણુ હથિયારનો પહેલા ઉપયોગ નહીં કરે. દુશ્મન ઉપયોગ કરે એ પછી જ કરશે. ચીને ૧૯૬૪માં પહેલો પરમાણુ બોમ્બ બનાવ્યો એ પછી તુરંત નો ફર્સ્ટ યુઝ પોલિસી પર સહી કરી હતી. હવે ચીન આ પોલિસીમાં ફેરબદલ ઈચ્છે છે. મતલબ કે ચીન જરૃર પડયે પરમાણુ હથિયાર ઉગામી પણ શકે છે.

ચીની વિદેશનીતિના જાણકાર એક અધિકારીએ જણાવ્યુ હતુ કે ચીન-અમેરિકા વચ્ચે સતત અવિશ્વાસ વધતો જાય છે. ટ્રેડ વૉર જેવા નવાં નવાં મુદ્દે બન્ને દેશો એકબીજા સામે શાબ્દીક લડાઈ કરી રહ્યાં છે. પરંતુ તેમાં વ્યાપારી હિતો સંકળાયેલા હોવાથી બન્ને દેશોએ હાલ પૂરતું સમાધાન સ્વિકાર્યું છે. પરંતુ દક્ષિણ ચીન સાગરનો મુદ્દો વધારે ગંભીર છે. ચીને એ સમુદ્રી વિસ્તાર પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે અને એમાં વળી અનેક પ્રકારના બાંધકામો પણ કર્યા છે.