Home » Top News » અબુ ધાબીમાં કોર્ટની ત્રીજી સત્તાવાર ભાષા તરીકે હિન્દીનો સમાવેશ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

અબુ ધાબીમાં કોર્ટની ત્રીજી સત્તાવાર ભાષા તરીકે હિન્દીનો સમાવેશ

દુબઇ : એક ઐતિહાસિક નિર્ણય લઇને અબુ ધાબીની સરકારે કોર્ટમાં ઉપયોગમાં લેવા માટે હિન્દી ભાષાનો પણ સમાવેશ કર્યો હતો. આમ અં ગ્રેજી અને અરબી ભાષા પછી હિન્દીને એ ગૌરવ પ્રાપ્ત થયો છે.આનાથી લોકોને  ન્યાયિક બાબતોમાં વધુ સરળતા રહેશે અને અંગ્રેજી કે અરબી ભાષા નહીં જાણનારને રાહત મળશે.

શનિવારે અબુધાબી  સરકારના કાયદા વિભાગે કહ્યું હતું કે મજુર કેસોમાં અંગ્રેજી અને અરબી ભાષા સહિતના દાવાઓ કોર્ટ સમક્ષ ફાઇલ કરવામાં આવતા નિવેદનમાં ઇન્ટરએક્ટિવ ફોર્મને પણ અપનાવવામાં આવ્યો હતો.

આની પાછળનો હેતુ  ભાષાના અવરોધો વગર કાયદાકીય પ્રક્રિયા,તેમના હક્કો અને અધિકારી અંગે  જાણવા હિન્દી ભાષીઓને મદદ કરવાનો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, યુએઇની વસ્તી આશરે નેવું લાખ છે જેમાંથી બે તૃતિયાંશ વિદેશી કામદારો  છે. યુએઇમાં ભારતીય સમુદાયની વસ્તી ૨૬ લાખની છે જે કુલ વસ્તીની ૩૦ ટકા થાય છે.

આમ વિદેશીઓની બાબતમાં ભારતીયો ત્રીજા ક્રમે છે. અબુધાબીના કાયદા વિભાગના અન્ડર સેક્રેટરી યુસુફ સઇદ અલ અબ્રીએ કહ્યું હતું કે કેલેમ શીટના બહુભાષી દાવાઓને અપનાવવાથી તેમની ફરીયાદો અને સમસ્યાઓનો વહેલો ઉકેલ લાવી શકાશે. ઉપરાંત કાયદાકીય પ્રક્રિયામાં પારદર્શિતાનો વધારો કરવા તેમજ ‘ટુમોરો ૨૦૨૧’યોજનાને અનુરૃપ ન્યાયીક પ્રક્રિયાને પ્રોત્સાહિત કરી શકાશે.