મેલબોર્ન : જળવાયુ પરીવર્તનના કારણે વન્યજીવો,વૃક્ષો,માણસ અને પર્યાવરણ પર થનારી અસર થઇ રહયો છે પરંતુ દરિયાની સપાટીની નીચે જીવતી વનસ્પતિઓનો પણ નાથ થઇ રહયો હોવાથી દરિયાઇ જીવોનું સમતોલન ખોરવાઇ રહયું છે.
ગ્લોબલ વોર્મિગ અને અમ્લીકરણના કારણે સપાટી પરના સુક્ષ્મજીવોમાં પરીવર્તન આવે છે. આથી દરિયાઇ જીવોમાં વિવિધ પ્રકારના રોગ અને માછલીઓના ઉછેર પર વિપરીત અસર થાય છે. સમુદ્ર ગરમ થવાથી પાણીમાં જ પોતાનું ઘર માનીને રહેતા કોરલ અને સમુદ્રી શેવાળોની સંખ્યા ઝડપથી ઘટતી જાય છે.
આ અંગે ઓસ્ટ્રેલિયાની યૂનિવર્સિટી ઓફ સિડની અને સિડની ઇન્સ્ટીટયૂટ ઓફ મરીન સાયન્સના સંશોધકોએ જણાવ્યું કે જેમ માણસના આંતરડામાં રહેલા સુક્ષ્મજીવોમાં બદલાવ આવે ત્યારે તબિયત બગડે છે તેવી જ રીત દરિયાઇ વનસ્પતિ પરના સુક્ષ્મ જીવો પર આવતા પરીવર્તનના કારણ થાય છે.
આ સંશોધનમાં જણાવાયું કે બે પ્રક્રિયા ભૂરા રંગની વિશાળ શેવાળોની સપાટી પર રહેલા સુક્ષ્મજીવોમાં પરીવર્તન લાવી શકે છે. સપાટી ગરમ થવાથી બ્લીચિંગ તથા અંત ક્ષરણ થવાથી જીવોની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તથા જીવન ટકાવી રાખવાની ક્ષમતા પર વિપરીત અસર થાય છે. દરિયાઇ વનસ્પતિ અને સુક્ષ્મ જીવોને થતા નુકસાનથી દરિયાઇ જીવનચક્ર માટે માઠા પરીણામો લાવનારું હશે.
We are Social