Home » World » ગૂગલની પીએનબી સિક્યુરિટીમાં રહેલી ખામીના કારણે કરોડો મોબાઈલ ઉપર જોખમ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ગૂગલની પીએનબી સિક્યુરિટીમાં રહેલી ખામીના કારણે કરોડો મોબાઈલ ઉપર જોખમ

સાન ફ્રાન્સિસ્કો : ટેકનોલોજી એક્સપર્ટ્સ ગૂગલની પીએનબી સિક્યુરિટીમાં રહેલી ખામીના કારણે છેલ્લાં થોડા દિવસથી ગૂગલની ભારે ટીકા કરી રહ્યા છે. આ સુવિધાના કારણે કરોડો મોબાઈલ યુઝર્સ ઉપર હેકિંગનું જોખમ મંડરાઈ રહ્યું છે. ગૂગલે ખતરાને રોકવાના પ્રયાસો શરૃ કર્યા છે.

ગૂગલે એન્ડ્રોઈડમાં પીએનબી ફોર્મેટની ઈમેજની સવલત ઉમેરી હતી, પણ તેમાં સિક્યુરિટીને લગતી ખામી સર્જાઈ હતી. પીએનબી ઈમેજ મોકલનાર ઈમેજની સાથે સાથે માલવેરને મોકલીને એન્ડ્રોઈડને હેક કરી શકે એવી ગંભીર ગરબડ તેમાં રહી ગઈ હતી. પીએનબી ઈમેજ ઓપન કરનારે માલવેરને સીડ કરવાની પરવાનગી અજાણતા જ આપવી પડતી હતી. તે કારણે પીએનબી ફોર્મેટની સાથે માલવેર એક્ટિવ કરીને એન્ડ્રોઈડ યુઝર્સની માહિતી મેળવી શકવાનું જોખમ ખડું થયું હતું.

ગૂગલે આ સિસ્ટમમાં રહેલી ગરબડ પછી ડેમેજ કંટ્રોલના ભાગરૃપે તુરંત સેટિંગ્સમાં ફેરફાર શરૃ કર્યા હતા, પણ ત્યાં સુધીમાં કરોડો એન્ડ્રોઈડ ફોનધારકો ઉપર હેકિંગનું અને ડેટા ચોરીનું જોખમ મંડરાયું હતું. ફેબુ્રઆરીની શરૃઆતે ગૂગલે એન્ડ્રોઈડ યુઝર્સ માટે અપડેટ જારી કર્યું હતું અને તેમાં પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક (પીએનબી)ની સુવિધા ઉમેરી હતી, પણ તેમાં હેકર્સને ગમતું મળી જાય એવી આ ગરબડ રહી ગઈ હતી.

એન્ડ્રોઈડ ૭.૦ સહિતના વર્ઝન ધરાવતા યુઝર્સના મોબાઈલ વધુ ખતરામાં હોવાનું નિષ્ણાતોએ કહ્યું હતું. ગૂગલે ફેબુ્રઆરીના આ અપડેટમાં દાવો કર્યો હતો કે ૪૨ જૂની સમસ્યાઓ ઉકેલી જશે, પરંતુ ખરેખર તો યુઝર્સ પોતાની જૂની નાની-મોટી ૪૨ સમસ્યાઓ ઉકેલવામાં નવી મોટી સમસ્યામાં સપડાઈ ગયા હતા.હોબાળો થયો પછી ગૂગલે સિક્યુરિટી પેચ નોટમાં લખ્યું હતું કે આ સમસ્યાને ખાળવા માટે તુરંત પ્રયાસો શરૃ કરાયા છે અને હવે સેટિંગ્સમાં ફેરફાર કરી દેવાયો છે, પરંતુ ટેકનોલોજી એક્સપર્ટ્સના મતે હજુ ય લાખો-કરોડો એન્ડ્રોઈડ યુઝર્સનો ડેટા ખતરામાં છે.