Home » Top News » અમેરિકાના મૂળ ભારતીય એટર્ની પ્રીત ભરારાની ટ્રમ્પ દ્વારા હકાલપટ્ટી

News timeline

Astrology
36 mins ago

આપનો આજનો દિવસ

Canada
41 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
42 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

અમેરિકાના મૂળ ભારતીય એટર્ની પ્રીત ભરારાની ટ્રમ્પ દ્વારા હકાલપટ્ટી

ન્યૂયોર્ક :  અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે અગાઉના પ્રમુખ બરાક ઓબામાએ નિમેલા ૪૫ એટર્ની જનરલોને રાજીનામું આપવા આદેશ કર્યો હતો. તેમાં ભારતીય અમેરિકન પ્રીત ભરારાનો સમાવેશ થાય છે. પ્રીત ભરારાએ રાજીનામું આપવા ઈનકાર કરતાં ટ્રમ્પ વહિવટી તંત્રે તેમને એટર્નીપદેથી હાંકી કાઢ્યા હતા.
ભરારા અને અન્ય ૪૫ અમેરિકી પ્રોસિક્યુટર્સની નિમણૂંક ઓબામાએ કરી હતી. ટ્રમ્પે તે તમામને રાજીનામાં આપવા આદેશ કર્યો હતો. પ્રીત ભરારાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ સન્માનિત સ્થાન પર હતાં તેથી રાજીનામું આપવા ઈનકાર કર્યો હતો.
૪૮ વર્ષીય ભરારા અમેરિકાના શ્રેષ્ઠ પ્રોસિક્યુટર્સમાંના એક છે. તેઓ ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ માટે જાણીતા છે. તેમને રાજીનામું આપવાનો આદેશ થયો હતો. તેઓ છેલ્લા સાત વર્ષથી એટર્ની તરીકે સેવા આપતા હતા. સઘર્ન ડિસ્ટ્રીક્ટ ન્યૂયોર્કમાં તેઓ સેવા આપતા હતા.
સ્થાનિક અખબારે જણાવ્યા મુજબ ભરારાની ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસે સંપર્ક કર્યો હતો અને રાજીનામું આપવા જણાવ્યું હતું. ભરારાએ તેની અવગણના કરીને તેમણે એટર્ની જનરલ જેફ સેશન્સની ઓફિસનો સંપર્ક કરીને ન્યાયતંત્રને પ્રમુખના આ હુકમ અંગે જાણ કરવા વિનંતી કરી હતી. ભરારાના નજીકના સૂત્રોએ જણાવ્યા મુજબ તેમણે રાજીનામું આપવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ વહિવટી તંત્રે તેમની હકાલપટ્ટી કરી હતી.