Home » World » બ્રાઝિલના રાષ્ટ્ર પ્રમુખ ટેમરે ભૂત થતું હોવાના ડરે મહેલ છોડી દીધો !

News timeline

Football
45 mins ago

કન્ફડરેશન કપ : જર્મની અને ચીલી વચ્ચેની રોચક મેચ ડ્રો

Headline News
3 hours ago

શ્રીકાંત ઓસ્ટ્રેલિયન સુપર સિરિઝની સેમિ ફાઈનલમાં

Top News
4 hours ago

ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલન થતા 100 જણા દટાયાઃ બચાવકાર્ય ચાલુ

Bollywood
5 hours ago

હિરાનીની દત્ત ફિલ્મ માર્ચ ૨૦૧૮માં રજૂ કરાશે

Delhi
6 hours ago

મોદી અમેરિકા સહિત 3 દેશોના પ્રવાસેઃ ટ્રમ્પ સાથે લેશે વ્હાઈટ હાઉસમાં ડિનર

Football
7 hours ago

મેસી જેલની સજાને બદલે ૫.૫૮ લાખ ડોલર ચૂકવવા તૈયાર

Canada
7 hours ago

વિકસતા જતા ઇન્ટરનેટ ઉદ્યોગ પર કર લાદવાની ભલામણ ટ્ર્ડોએ ફગાવી

Breaking News
7 hours ago

મહેસાણા સબજેલના કેદીએ સંડાસમાં જઈ પોતાનું જ ગુપ્તાંગ કાપી નાંખ્યું !

Breaking News
9 hours ago

પ્રાંતિજમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી લાશ ખેતરમાં દાટી

Bollywood
9 hours ago

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સનુન

Gujarat
9 hours ago

રાજપીપળા હોટલમાં વડોદરા કોંગ્રેસના મંત્રીનો આપઘાત

World
9 hours ago

કતાર સાથે રાજકીય સંબંધો યથાવત કરવા પાડોશી દેશોએ ૧૩ શરતો મૂકી

બ્રાઝિલના રાષ્ટ્ર પ્રમુખ ટેમરે ભૂત થતું હોવાના ડરે મહેલ છોડી દીધો !

રીયો ડી જાનેરો :  બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ માઈકલ ટેમરે તેમને ફાળવવામાં આવેલા સત્તાવાર નિવાસસ્થાન અલ્વોરાદા ખાલી કરીને અગાઉ તેઓ જ્યાં રહેતા હતા તે ઉપપ્રમુખના નજીકમાં આવેલા નિવાસસ્થાન જાબુરૃ પેલેસમાં રહેવા જતાં રહ્યા છે. જોકે તેમણે રાષ્ટ્રપ્રમુખ તરીકે ફાળવાયેલા મહેલને ખાલી કરવા માટે એવું કારણ આપ્યું છે કે તે મહેલમાં ભૂત અને પિશાચી શક્તિઓનો વાસ છે અને તેઓ ત્યાં રહી શકે તેમ નથી.
બ્રાઝીલના સ્થપતિ (આર્કિટેક) ઓસ્કાર નિએમ્યરે તૈયાર કરેલી ડિઝાઈનને આધારે આ મહેલ રચાયો હતો, જેમાં રહેવાની હર કોઈને લાલચ થાય તેવા આ નિવાસમાં વિશાળ સ્નાનાગાર, ફૂટબોલનું મેદાન, ઘર મંદિર, મેડિકલ સેન્ટર અને વિશાળ લોન હોવા છતાં ટેમરે તે મહેલમાં રહેવાનું છોડી દીધું છે.
૭૬ વર્ષીય ટેમર, તેમની ૩૩ વર્ષીય પત્ની અને પૂર્વ બ્યુટી ક્વિન મર્સેલા અને સાત વર્ષનો પુત્ર માઈકલઝીન્હો પૂર્વે રહેતા હતા તે નાયબ વડાના મકાનમાં રહેવા આવતા રહ્યા છે. આ અંગે ટેમરનું કહેવું એમ છે કે તે મહેલમાં પિશાચી તત્ત્વોનો અને ભૂતનો વાસ છે. હું પ્રથમ રાત્રીથી જત્યાં સુઈ શકતો ન હતો. મને ત્યાં કોઈ અજબ (સ્ટ્રેન્જ) અનુભૂતિ થતી હતી.
અમારા પરિવારમાં મારો સાત વર્ષનો પુત્ર એક માત્ર એવો સદસ્ય હતો જે મહેલના એક છેડાથી બીજા છેડે દોડાદોડી કરતો હતો અને તેને કોઈ કડવો અનુભવ થયો ન હતો. આ મહેલને અલ્વોરાદા નામ અપાયેલું છે જેનો અર્થ થાય છે ભળકડું, વહેલી સવાર પણ ટેમરને ભવ્ય અને આગળના ભાગમાં સંપૂર્ણતયા કાચથી મઢાયેલો આ મહેલ ટેમરને નહીં જચતા તેઓએ ખાલી કરી નાંખ્યો છે. તેમણે નઠારા તત્ત્વોને ભગાવવા માટે, સાધુ સંત વગેરેને અજમાવ્યા છતાં તેમને સફળતા મળી ન હતી.
જ્યારે દિલ્મા રૌસેફ રાષ્ટ્ર પ્રમુખ હતા ત્યારે ટેમર નાયબ વડા હતા. પણ બજેટના કાયદાઓના ઉલ્લંઘન માટે રૌસેફ સામે મહાભિયોગ (ઈમ્પિચમેન્ટ)ની કાર્યવાહી થઈ, પ્રમુખપદેથી તેમને હટાવાતા ટેમર આપોઆપ રાષ્ટ્ર પ્રમુખ બન્યા પણ તેમના પ્રમુખ બન્યા બાદ તેમનું નાયબ વડાનું પદ અને મહેલ બન્ને ખાલી હતા તેથી તેઓ પ્રમુખપદે તો છે જ પણ નિવાસ બદલી નાંખ્યું છે.