Home » Top News » બ્રિટનની સંસદે યુરોપીયન સંઘ સાથે બ્રેઝિટની ચર્ચા કરવા બિલ પાસ કર્યું

News timeline

Gujarat
2 hours ago

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

Business
2 hours ago

GSKને 40% ટેક્સનો ભય: મર્જર દ્વારા સોદો કરવા તૈયાર

Headline News
2 hours ago

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

Business
2 hours ago

TCSનું માર્કેટકેપ 7 લાખ કરોડને પાર

Business
2 hours ago

કેન્સલેશન ચાર્જિસ, વળતરના પ્રસ્તાવનો એરલાઇન્સ વિરોધ કરશે

Business
2 hours ago

આરકોમ એરિક્સનની વાટાઘાટ મુશ્કેલીમાં

Gujarat
3 hours ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
4 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
4 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
4 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
4 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
5 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

બ્રિટનની સંસદે યુરોપીયન સંઘ સાથે બ્રેઝિટની ચર્ચા કરવા બિલ પાસ કર્યું

લંડન :  ચાલુ મહિનાના અંત સુધીમાં બ્રિટન યુરોપીયન સંધમાંથી નીકળી જતાં મહત્વની ચર્ચા શરૃ કરવા બ્રિટનનની સંસદે ઐતિહાસિક બ્રેકઝિટ બીલ પાસ કર્યો હતો જેના કારણે વડા પ્રધાન થેરેસા મે હવે આ મુદ્દે ચર્ચા કરી શકશે. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટુગને જાહેક કર્યું હતું કે જ્યારે  બ્રેકઝિટ મંત્રણા કોઇ ચોક્કસ તારણ પર પહોંચી રહી છે ત્યારે તેઓ પણ સ્કોટીશ સ્વતંત્રતા અંગે બીજી વાર લોકમત મેળવવા ઇચ્છે છે.
ગઇ કાલે આમ સભાએ ઉમરાવ સભા દ્વારા પસાર કરવામાં આવેલા સુધારાને ફગાવી દીધો હતો અને બ્રેકઝિટ મંત્રણાની શરૃઆત થાય તે પહેંલા ત્રણ મહિનાની અંદર અંદર યુરોપીયન સંઘના નાગરિકોના દરજ્જાની રક્ષા કરવાની હાકલ કરી હતી.
તેમણે ૩૩૧ વિરૃધ્ધ ૨૮૬ મતો દ્વારા નક્કી કરાયેલા  બ્રેકઝિટના કોઇ પણ મુદ્દે અર્થસભર મતદાનની વાતને પણ ફગાવી દીધી હતી. એનો અર્થ એ થયો કે યુરોપીન સંઘ ( પરત ખેંચવા માટેના જાહેરનામા) બિલને કોઇપણ જાતના ફેરફાર વગર આમ સભાએ પાસ કર્યું હતું.
એકઝિટની શરતો અંગે સંસદ પાસે વિટો હોવું જોઇએ કે નહીં  તેની પર આમ સભાને નહીં પડકારવા ફરીથી ૨૭૪ વિરૃધ્ધ ૧૧૮ દ્વારા પસાર કરાયેલા  બિલને ઉમરાવ સભા દ્વારા કોઇપણ જાતના સુધારા વગર પાસ કરવામાં આવ્યો હતો.ઉમરાવ સભાએ બ્રિટનમાં રહેતાં સંઘના નાગરિકોના દરજ્જા અંગે કોઇ ગેરન્ટી નહીં આપવા તૈયારી દર્શાવી હતી.હવે આ બિલને મહારાણી એલિઝાબેથ-બીજા તરફથી રોયલ એસકેન્ટ મળવાની આશા છે.