Home » Top News » અમેરિકામાં ભયાવહ્ બર્ફીલું વાવાઝોડું, પાંચ હજાર ફ્લાઇટ રદ્

News timeline

Delhi
6 hours ago

પઠાણકોટ એરબેઝ પાસે સેનાના પહેરવેશમાં હથિયારબંધ 3 શંકાસ્પદ લોકો જોવા મળ્યા

Delhi
6 hours ago

ગરીબી સમજવા મારે પુસ્તક વાંચવાની જરૃર નથી, હું ગરીબીમાં ઉછર્યો છું : મોદી

India
7 hours ago

મુંબઇમાં જ્વેલર્સની દુકાનોમાં અખાત્રીજની ખરીદી શુકન પૂરતી સિમિત રહી

Delhi
7 hours ago

નોટબંધીનું ભુત મોદી સરકારને શોધવા ફરી જાગૃત થઇ ગયુ છે : ચિદમ્બરમ

Delhi
7 hours ago

મોદી મને મૌન તોડવાનું કહેતા, હવે આ સલાહનું અનુસરણ તેમણે કરવું જોઈએ: મનમોહન

India
7 hours ago

સિમલા નજીકના ગામમાં ભીષણ આગ : ૫૦ ઘર ખાક

Bangalore
7 hours ago

કઠુઆની ઘટના અત્યંત શરમજનક, બાળકો, મહિલાઓની સુરક્ષાની જવાબદારી સમાજની : કોવિંદ

India
7 hours ago

મ.પ્રદેશમાં જાનૈયાની મીની ટ્રક સોન નદીમાં પડતા ૨૧નાં મોત, આઠ ઘાયલ

Breaking News
21 hours ago

જસદણ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા રાજીનામા

Ahmedabad
21 hours ago

હિંદુઓની લાશ ઉપર સત્તા મેળવનારા નરેન્દ્રભાઇએ વિશ્વાસઘાત કર્યો છે: તોગડિયા

Ahmedabad
23 hours ago

સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ત્રણ સફારી પાર્ક વિકસાવાશે

Gujarat
1 day ago

અમિત, સુમિત અને સુરેશ ભટનાગરની રાજસ્થાનથી ધરપકડ

અમેરિકામાં ભયાવહ્ બર્ફીલું વાવાઝોડું, પાંચ હજાર ફ્લાઇટ રદ્

ન્યૂ યોર્ક :  અમેરિકાના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ભયાવહ્ બર્ફીલું વાવાઝોડું ત્રાટકતા હજારો લોકોનું જનજીવન ખોરવાઇ ગયું છે. વૉશિંગ્ટનમાં એકાદ ફૂટ જેટલો બરફ પડવાના કારણે વૉશિંગ્ટનથી બોસ્ટન જવાના રસ્તા પણ સંપૂર્ણપણે બંધ થઇ ગયા છે. અમેરિકામાં ફેબુ્રઆરીનો શિયાળો સામાન્ય હોય છે, પરંતુ આ વખતનું હવામાન સૌથી ખરાબ હોવાનું લોકો જણાવી રહ્યા છે.
વૉશિંગ્ટનમાં બરફ અને વરસાદના કારણે પાંચ હજાર ફ્લાઇટ રદ્ કરવાની ફરજ પડી છે. સ્કૂલ-કોલેજો પણ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો આદેશ કરાયો છે. એટલું જ નહીં, લોકોેને જોખમી રસ્તા પર કાર ડ્રાઇવ નહીં કરવાની પણ અપીલ કરાઇ છે. વર્જિનિયાથી પેન્સિલવેનિયા સુધી આશરે એક લાખ ઘરોમાં અંધારપટ છવાઇ ગયો છે.
હવામાન વિભાગે ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે, પેન્સિલવેનિયા, ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, કનેક્ટિકટ, રહોડ આઇલેન્ડ, માસાચ્યુસેટ્સલ, ન્યૂ હેમ્પશાયર, મેઇન અને વર્મોન્ટમાં હજુ વધારે બરફ પડી શકે છે. આ દરમિાયન ૧૨થી ૧૮ ઇંચ જેટલો બરફ પડશે તેમજ ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ કારણસર તમામને સલામતી ખાતર ઘરમાં રહેવાની અમે અપીલ કરીએ છીએ.
નેશનલ વેધર સર્વિસના એક અધિકારીએ કહ્યું હતું કે, આ વાવાઝોડું જીવલેણ છે. અમે લોકોને ઘરમાં જ પૂરાઇ રહેવાનું સૂચન કરીએ છીએ. આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં પણ લોકોને સલામત સ્થળે જતા રહેવાની અપીલ કરીએ છીએ.