Home » Top News » ટ્રમ્પનાં નવા ટ્રાવેલ બેન ઉપર પણ અદાલતે સ્ટે આપ્યો

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

ટ્રમ્પનાં નવા ટ્રાવેલ બેન ઉપર પણ અદાલતે સ્ટે આપ્યો

વોશિંગ્ટન : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સુધારેલાં ટ્રાવેલ બેન બિલ પર અમલમાં આવતા પહેલાં જ હવાઇનાં એક ફેડરલ જજે સ્ટે મૂકી દીધો. અમેરિકી ડિસ્ટ્રીક્ટ જજ ડેરિક વોટસને પોતાના ચુકાદામાં કહ્યું કે હવાઇ રાજ્યમાં આ યાત્રા પ્રતિબંધને લાગુ કરવો એક કાનૂની પડકાર જ નહીં, પરંતુ અમારા રાજ્ય અને અમેરિકા જેવા મહાન દેશ પર કદી ન રુઝાનારા ઘા પણ છોડી જશે.

હવાઇની આ પહેલી અદાલત છે જેણે ટ્રમ્પનાં સુધારેલા યાત્રા પ્રતિબંધને પડકાર્યો છે. સાથે સાથે કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારનાં નિર્ણય કોઇ પણ રીતે દેશનાં હિતમાં નથી. અદાલતનો આ ચુકાદો ઇરાન, લીબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા અને યમનના નાગરિકોના અમેરિકાપ્રવેશ ઉપર 90 દિવસનો પ્રતિબંધ લગાવતા કાયદાને સ્થગિત કરે છે. ઉપરાંત આ ચુકાદો આદેશની કલમ 6 ઉપર પણ સ્ટે મૂકે છે જે શરણાર્થીઓના અમેરિકાપ્રવેશને 120 દિવસ માટે નિલંબિત કરે છે.

ટ્રમ્પે આ ચુકાદાની આકરી ટીકા કરી છે. તેમણે આ ચુકાદાને ન્યાયિક હસ્તક્ષેપ ગણાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ આ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં જશે. ટેનેસ્સી પ્રાંતના નેસવિલેમાં આયોજિત એક રેલીમાં ટ્રમ્પે કહ્યું કે અમે આ ખરાબ આદેશ વિરુદ્ધ લડીશું. ઉલ્લેખનીય છે કે આ અંગેના ટ્રમ્પનાં પહેલા આદેશ ઉપર પણ એક અદાલતે 27 જાન્યુઆરીએ સ્ટે મૂકી દીધો હતો.