Home » Top News » ટ્રમ્પે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કરી દીધો

News timeline

Top News
18 mins ago

ગાઝા સરહદ ફરી ધણધણી, ઇઝરાયલે તોડી પાડી 25 મિસાઇલો

Bollywood
59 mins ago

મેં ફિલ્મોને નહીં, ફિલ્મોએ મને પસંદ કરી : કલ્કિ કોચલિન

Bangalore
1 hour ago

પંજાબ નેશનલ બેન્ક ગોટાળોઃ કુલ મળીને 54 કર્મચારીઓની સંડોવણી

Business
3 hours ago

Stock Market : બેંક, કન્ઝુમર ડ્યુરેબલ અને ફાર્મા સેક્ટર અપ

Gujarat
3 hours ago

રાજકોટનાં ૮ વેપારીઓ સાથે જેતપુરની પેઢીની ૨ કરોડની ઠગાઈ

Business
4 hours ago

XUV, કમ્પાસ વચ્ચે હરીફાઇ જામશે

Breaking News
4 hours ago

સપ્ટેમ્બર સુધીમાં અલ-નિનો ફેક્ટરની શક્યતા

Gujarat
4 hours ago

રાજુલા, જાફરાબાદ તાલુકા પંચાયતો ભાજપ પાસેથી ખૂંચવી

Bollywood
5 hours ago

હું હંમેશથી એન્ટરટેઇનર બનવા માંગતી હતી : જેકલીન

Business
5 hours ago

વરસાદ ખેંચાતાં ચણા સહિત વિવિધ કઠોળના ભાવ વધ્યા

Ahmedabad
5 hours ago

ધંધુકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ હોવા છતાં સુપડા સાફ

Business
6 hours ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

ટ્રમ્પે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કરી દીધો

વોશિંગ્ટન  : અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના તરંગી સ્વભાવના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે તેઓ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથેના વ્યવહારને લઇને ચર્ચામાં છે. દુનિયાના વિભિન્ન પ્રમુખ નેતાઓ સાથેની મુલાકાત દરમિયાન હાથ મિલાવવાના પોતાના અંદાજને કારણે ચર્ચામાં રહેતા ટ્રમ્પે મર્કેલની હાથ મિલાવવાની અપીલની અવગણના કરી દીધી હતી.

વ્હાઇટ હાઉસ સ્થિત ઓવલ ઑફિસમાં બેઠક બાદ ઔપચારિક ફોટો-ઓપ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને એન્જેલા મર્કેલ ખુરશીમાં બેઠા હતા. આ દરમિયાન ત્યાં હાજર ફૉટોગ્રાફર્સ બંનેને હાથ મિલાવવા માટે કહી રહ્યા હતા. જેના માટે મર્કેલે પણ ટ્રમ્પને હાથ મિલાવવા માટે પૂછ્યુ. જો કે ટ્રમ્પે તેમની વાતની અવગણના કરી અને તેમની સામે જોયું પણ નહીં. અમેરિકન રાષ્ટ્રપતિનો આ વ્યવહાર સૌથી શક્તિશાળી સેલેબ્રિટી ગણાતાં મર્કેલને જરાય ગમ્યો નહીં જે તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યુ હતુ.

જો કે એન્જેલા મર્કેલ જ્યારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા ત્યારે ટ્રમ્પે તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. એવામાં બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની બેઠક બાદ ટ્રમ્પના આ પ્રકારના વ્યવહારથી લાગી રહ્યુ છે કે તેમની વચ્ચેની ચર્ચા મૈત્રીપૂર્ણ નથી રહી.