Home » World » અમેરિકન યુનિ.ઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો

News timeline

Bollywood
16 mins ago

સિંઘમ બાદ રોહિત શેટ્ટી હવે સિમ્બા બનાવવા તૈયાર

Football
2 hours ago

કોલકતામાં મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું લોકાર્પણ

Ahmedabad
2 hours ago

ગુજરાતમાં બીજા તબક્કામાં 68.70 ટકા મતદાન થયું

Bollywood
2 hours ago

રિતિકને પાછળ રાખી શાહિદ બન્યો સેકસીએસ્ટ એશિયન મેન

Ahmedabad
3 hours ago

મતદાન બન્યું હિંસક, અનેક સ્થળોએ જૂથ અથડામણ, પથ્થરમારો, વાહનો સળગાવાયા

Bollywood
3 hours ago

શાહીદની સાથે ઇલિયાના ફરી જોડી જમાવવા તૈયાર

Cricket
5 hours ago

ગેલનો રેકોર્ડ : ટી-૨૦માં ૨૦મી સદી સાથે ૧૧,૦૦૦ રન

Bollywood
7 hours ago

રિતિક સાથે ફિલ્મ મળતા વાણીનો ઉત્સાહ વધ્યો

Bangalore
8 hours ago

રામસેતુ કુદરતી નહીં, માનવ-નિર્મિત છે : અમેરિકાની ડિસ્કવરી

World
8 hours ago

અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે અલાબામા સેનેટ બેઠક જીતી : ટ્રમ્પને ફટકો

Headline News
8 hours ago

દુબઈ સુપર સિરિઝમાં સિંધુની રાહ આસાન : શ્રીકાંત હાર્યો

Top News
8 hours ago

એચ-૧બી વિઝા ધારકો હવે એકથી વધુ કંપનીમાં કામ કરી શકશે

અમેરિકન યુનિ.ઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો

નવી દિલ્હી :  અમેરિકન યુનિવર્સિટીઓની વિવિધ કોલેજોમાં જુદા જુદા કોર્સ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે જંગી ઘટાડો થયો છે. એવું કહેવાય છે કે, રિપબ્લિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક છબિ, તેમની નીતિઓ તેમજ ટ્રમ્પના શાસનમાં વધેલા વંશીય હુમલાના કારણે કોલેજોએ આ નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
અમેરિકન એસોસિયેશન ઓફ કોલેજિયેટ રજિસ્ટ્રાર્સના આંકડા પ્રમાણે, અમેરિકન કોલેજોમાં આવતી વિદેશી વિદ્યાર્થીઓની અરજીમાં ૪૦ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. અમેરિકામાં અભ્યાસ માટે આવતા વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યા પશ્ચિમ એશિયાઇ વિદ્યાર્થીઓની હોય છે. એ પછી બીજા ક્રમે યુરોપિયન વિદ્યાર્થીઓ  આવે છે. જોકે, આ વર્ષે સૌથી ઓછી અરજી પશ્ચિમ એશિયાના વિદ્યાર્થીઓની આવી છે.
સાઉદી અરેબિયા, ઈરાક, ઇરાન, કુવૈત, લેબેનોન, ઇઝરાયેલ, જોર્ડન, તૂર્કી અને યેમેન સહિતના કુલ ૧૯ દેશોનો સમૂહ પશ્ચિમ એશિયા તરીકે ઓળખાય છે. યુનિવર્સિટીના અધિકારીઓએ પણ કબૂલ્યું છે કે, આવું પહેલીવાર થયું છે. એટલે એ વાતમાં કોઈ શંકા નથી કે, ટ્રમ્પની નીતિઓના કારણે વિદ્યાર્થીઓમાં ડરની ભાવના ઘર કરી ગઈ હોઈ શકે છે.
આ આંકડા જાહેર થયા પછી ફક્ત વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી યુનિવર્સિટીઓમાં ચિંતાનું મોજું વ્યાપી ગયું છે. વિદેશી વિદ્યાર્થીઓ થકી અમેરિકાને દર વર્ષે ૩૨ અબજ ડૉલરની આવક થાય છે. ટ્રમ્પ ઇફેક્ટના કારણે અમેરિકાની ટોપ ૧૦ યુનિવર્સિટીને સૌથી વધુ નુકસાન થયું છે.
આ વર્ષે ઓહાયો સ્ટેટ, ઈન્ડિયાના અને પોર્ટલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીમાં ૨૭ હજારમાં માત્ર ૧,૯૦૦ વિદ્યાર્થી વિદેશી છે. ઓહાયો યુનિવર્સિટીમાં વિદેશી અરજીમાં ૮.૪ ટકાનો ઘટાડો થયો છે. દર વર્ષે ચીનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવતા હતા, પરંતુ આ વર્ષે તેમની સંખ્યામાં પણ મોટા પાયે ઘટાડો થયો છે.
હજુ બુધવારે જ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરિકોને પ્રવેશબંધી ફરમાવતા હુકમમાં ફેરફાર કરીને ફરી એકવાર લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ હુકમ પણ અમેરિકાની બે અદાલતોએ ફગાવી દીધો છે. આમ છતાં, અમેરિકામાં અત્યારે વિદેશી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું ભાવિ અનિશ્ચિત છે.