Home » Top News » પેરુમાં અલ નિનો ઇફેક્ટ : વરસાદી તોફાનમાં ૬૭નાં મોત

News timeline

World
50 mins ago

બેંગકોક મિલિટરી હોસ્પિટલમાં બોંબ વિસ્ફોટ : ૨૦ ઘાયલ

World
51 mins ago

ભારત આતંક પીડિત દેશ છે, પાક. આતંકીઓને શરણ આપવાનું બંધ કરે : ટ્રમ્પ

World
2 hours ago

ઈઝરાયેલ ભારતીય નૌકાદળને ટૂંક સમયમાં હાઇટેક ડિફેન્સ સિસ્ટમ આપશે

India
2 hours ago

ભારતે સ્વદેશી શસ્ત્રો સાથે જ આગામી યુધ્ધ લડવું જોઇએ : જનરલ રાવત

Gujarat
3 hours ago

રાજકોટમાં ૧૧ ભાગીદારોનું કારસ્તાન – દેના બેંક સાથે ૬૦.૧૯ કરોડનું કૌભાંડ

India
3 hours ago

મુંબઇ એરપોર્ટથી ભુવનેશ્વર જતા વિમાનનું ઇર્મજન્સી લેન્ડિંગ કરવું પડયું

World
5 hours ago

અફગાનિસ્તાનમાં આર્મી કેમ્પ ઉપર આતંકવાદી હૂમલોઃ 10 જવાનોના મોત

Bangalore
5 hours ago

RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને ઉમરકેદની સજા

Bollywood
5 hours ago

ઉર્મિલાનો નવી ફિલ્મમાં ચંપાનો રોલ કરશે

Delhi
5 hours ago

સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાની બીજી કડક કાર્યવાહી, LOC પર પાક સેનાની ચોકીઓ ઉડાવી

Gujarat
6 hours ago

જૂનાગઢમાં રર૦ કિલોની મહિલાનું ઓપરેશન, ચાર લિટર રસી કાઢી

Canada
6 hours ago

કેનેડામાં ર૦૧૯ની ચૂંટણી માટે પદ્ધતિઓની ચકાસણી કરી રહેલું જાસુસીતંત્ર

પેરુમાં અલ નિનો ઇફેક્ટ : વરસાદી તોફાનમાં ૬૭નાં મોત

લિમા : પેરુમાં અલ નિનોના કારણે પડેલા ભયાવહ્ વરસાદના કારણે ૭૦થી વધુ લોકોના મોત થઈ ગયા છે. ભારે વરસાદને પગલે પેરુની રાજધાની લિમા સહિતના શહેરોમાં અનેક સ્થળોએ નદીઓ પરના પુલ તૂટી ગયા છે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ સર્જાયું છે, જેના કારણે મૃત્યુઆંક હજુયે વધે એવી શંકા સેવાઈ રહી છે.
પેરુમાં સતત એક અઠવાડિયાથી ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું છે. નદી કિનારાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે સવા લાખ ઘરોને નુકસાન થયું છે. આ ઉપરાંત પેરુમાં કુલ ૧૧૭ પુલ તૂટી પડવાના બનાવ નોંધાયા છે. પેરુના પ્રમુખ પેડ્રો પાબ્લો કુઝીન્સ્કીએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ગંભીર ક્લાઇમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છીએ.
પેરુમાં ૧૯૯૮ પછી પહેલીવાર આવું ભયાનક દરિયાઇ તોફાન પણ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિમાં હજારો લોકો સ્થળાંતર કરી રહ્યા છે.  હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યાનુસાર, આ પ્રકારના વરસાદ, પૂર અને દરિયાઇ તોફાનના કારણે પેરુમાં હોસ્પિટલો અને સ્મશાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઇ ગયો છે.
પોલીસ અને લશ્કરના જવાનોની મદદથી બચાવ અભિયાન ચલાવાઈ રહ્યું છે, પરંતુ સ્થિતિ ભારે વિકટ છે. આ સ્થિતિમાં વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે થંભી ગયો છે. સરકારે ઈમર્જન્સી જાહેર કરી છે અને બચાવ અભિયાન માટે અન્ય દેશોની પણ મદદ લેવાઈ રહી છે.
પેરુની રાજધાની લિમામાં મોટા ભાગે રણ વિસ્તાર છે, પરંતુ અહીં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. લિમાના અનેક ઘરો વરસાદ, પૂરના કારણે ધરાશાયી થઇ ગયા છે.
અનેક લોકોને ઊંચાઈવાળા વિસ્તારથી સલામત સ્થળે ખસેડવા ઝીપ લાઈનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. અનેક લોકો નાનકડી બેગ લઇને, સામાન ઘરમાં જ મૂકીને પોતાના ઘરો છોડીને નીકળી ગયા છે. સરકારી અને પ્રાઈવેટ ઓફિસો સંપૂર્ણ બંધ છે.