Home » World » પેરિસ એરપોર્ટમાં સૈનિકની બંદુક આંચકી દુકાનમાં છુપાયેલો યુવક અંતે ઠાર

News timeline

Bollywood
45 mins ago

સોનુ સુદ હિન્દી અને મરાઠી ફિલ્મો કરવા તૈયાર

World
52 mins ago

સઉદી : મહિલાનો વિવાદાસ્પદ વીડિયો જાહેર થતા ફિટનેસ સેન્ટર બંધ

Gujarat
58 mins ago

દા.ન.હવેલીમાં મેડિકલ-એન્જિનિયરીંગ કોલેજ પણ બનશે- રાજનાથસિંહ

Delhi
1 hour ago

લોકતંત્ર ખતરામાં કહી યશવંત સિન્હાએ BJP સાથે છેડો ફાડયો

Business
3 hours ago

ઓઇલ એક્સ્પ્લોરેશન કંપનીઓનું માર્જિન 25 ટકા વધશે: ક્રિસિલ

Business
3 hours ago

એસ્સાર સ્ટીલ માટે બીજા રાઉન્ડનું બિડિંગ અમાન્ય

Cricket
3 hours ago

શિખર ધવન ઈજાગ્રસ્ત : હવે પછીની મેચો રમવા પર સસ્પેન્સ

Business
4 hours ago

ઊજળા દેખાવ બાદ TCS પ્રીમિયમ વેલ્યુએશન જાળવે તેવી શક્યતા

Business
4 hours ago

આલોક ઇન્ડ.ના 12,000 કર્મચારી જોબ ગુમાવશે

Ahmedabad
4 hours ago

કૉંગ્રેસેને ન્યાયપાલિકા પર ભરોસો નથી: જીતુભાઇ વાઘાણી

Cricket
5 hours ago

૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા ભારત દાવેદારી કરશે

Bollywood
5 hours ago

‘બાહુબલી-૨’ ચીનમાં મે ના પ્રથમ અઠવાડિયે રિલીઝ કરાશે

પેરિસ એરપોર્ટમાં સૈનિકની બંદુક આંચકી દુકાનમાં છુપાયેલો યુવક અંતે ઠાર

પેરિસ : ફ્રાન્સમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવવા જઇ રહી છે ત્યારે ઓર્લી એરપોર્ટ ખાતે એક સૈનિકની બંદુક લઇને ભાગી ગયેલા એક શખ્સને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા.  ફ્રાન્સનાપાટનગરના  બીજા ક્રમના સૌથી મોટા એરપોર્ટ ખાતે આજે સવારે આશરે સાડા આઠ વાગ્યાની આ ઘટનાના પગલે  બન્ને ટર્મિનલ ખાલી કરી દેવામાં આવ્યા હતા અને લોકોને સલામત રીતે ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતા.
‘એક પુરૃષે સૈનિક પાસેથી એની બંદુક આંચકી લીધી હતી અને ત્યાર પછી એ દુકાનમાં છુપાઇ ગયો હતો ત્યારે જ સુરક્ષા દળોએ એને ઠાર માર્યો હતો, એમ આંતરિક મંત્રાલયના એક પ્રવકતાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહતી, આતંરિક બાબતોના મંત્રી બુ્રનો લીરૃક્સ થોડી વારમાં ઘટના સ્થળની મુલાકાતે આવશે. પ્રવકતાએ કહ્યું હતું કે ઠાર કરાયેલા વ્યક્તિ પાસે કોઇ વિસ્ફોટકો હતા કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરાય છે.
તેમણે કહ્યું હતું કે  આશરે ૩૦૦૦ લોકોને દક્ષિણી ટર્મિનલમાંથી ખસેડી લેવામાં આવ્યા હતા. પરંતુ અન્ય છેડે રહેલા લોકોને ત્યાં બંધ કરી દેવામાં આવ્યા હતા. ઓર્લી તરફના ટ્રાફિકને સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યા હતો. સતત હુમલાઓ પછી હજુ પણ ફ્રાન્સ આતંકીઓના નિશાન પર છે. ફ્રાન્સની બે તબક્કાની ચૂંટણીના પ્રથમ રાઉન્ડ પહેલાં આ ઘટના બની હતી. મતદારોના મગજમાં સુરક્ષાનો સૌથી મોટો સવાલ છે.