Home » World » વિશ્વમાં ફિનલેન્ડના લોકો સૌથી વધુ મોબાઇલ ડેટા યૂઝ કરે છે

News timeline

Delhi
6 hours ago

પઠાણકોટ એરબેઝ પાસે સેનાના પહેરવેશમાં હથિયારબંધ 3 શંકાસ્પદ લોકો જોવા મળ્યા

Delhi
7 hours ago

ગરીબી સમજવા મારે પુસ્તક વાંચવાની જરૃર નથી, હું ગરીબીમાં ઉછર્યો છું : મોદી

India
7 hours ago

મુંબઇમાં જ્વેલર્સની દુકાનોમાં અખાત્રીજની ખરીદી શુકન પૂરતી સિમિત રહી

Delhi
7 hours ago

નોટબંધીનું ભુત મોદી સરકારને શોધવા ફરી જાગૃત થઇ ગયુ છે : ચિદમ્બરમ

Delhi
7 hours ago

મોદી મને મૌન તોડવાનું કહેતા, હવે આ સલાહનું અનુસરણ તેમણે કરવું જોઈએ: મનમોહન

India
7 hours ago

સિમલા નજીકના ગામમાં ભીષણ આગ : ૫૦ ઘર ખાક

Bangalore
7 hours ago

કઠુઆની ઘટના અત્યંત શરમજનક, બાળકો, મહિલાઓની સુરક્ષાની જવાબદારી સમાજની : કોવિંદ

India
7 hours ago

મ.પ્રદેશમાં જાનૈયાની મીની ટ્રક સોન નદીમાં પડતા ૨૧નાં મોત, આઠ ઘાયલ

Breaking News
21 hours ago

જસદણ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા રાજીનામા

Ahmedabad
21 hours ago

હિંદુઓની લાશ ઉપર સત્તા મેળવનારા નરેન્દ્રભાઇએ વિશ્વાસઘાત કર્યો છે: તોગડિયા

Ahmedabad
23 hours ago

સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ત્રણ સફારી પાર્ક વિકસાવાશે

Gujarat
1 day ago

અમિત, સુમિત અને સુરેશ ભટનાગરની રાજસ્થાનથી ધરપકડ

વિશ્વમાં ફિનલેન્ડના લોકો સૌથી વધુ મોબાઇલ ડેટા યૂઝ કરે છે

હેલસિંકી : ભારતમાં મોબાઇલ ક્રાંતિ થયા પછી નવી જનરેશન સ્માર્ટફોનમાં ગળાડૂબ રહે છે પરંતુ ફિનલેન્ડમાં તો મોબાઇલ ડેટાનો વપરાશ મોટી સમસ્યા જેવો બની ગયો છે.પાટનગર હેલસિંકીમાં સવારે ઓફિસ  જવા માટે રાહ જોઇ રહેલા લોકો બસ સ્ટોપ તથા રેલવે જંકશન મોબાઇલમાં મશગૂલ રહેતા હોવાથી કોઇ પણ પ્રકારનો કોલાહલ જોવા મળતો નથી.ઘણા સ્થળે નીચું મો કરીને મોબાઇલ મચેડયા કરતા લોકો એક બીજા સાથે વાત પણ કરતા નથી.આ નજારો ફિનલેન્ડ દેશમાં સાવ કોમન થઇ ગયો છે.ફિનલેન્ડમાં મોબાઇલ કલ્ચર દુનિયાના કોઇ પણ દેશ કરતા વધુ વિક્સ્યું છે.
સ્વીડનની એક ટેલીકોમ કંપનીએ યુરોપ અને એશિયાના ૩૨ દેશોના મોબાઇલ ડેટા વપરાશનો સર્વે કર્યો છે.તેમાં જણાવ્યા મુજબ વિશ્વમાં ફિનલેન્ડના લોકો સૌથી વધુ ડેટા યુઝ કરે છે.આંકડાઓ મુજબ  ફિનલેન્ડમાં પ્રતિ સિમ ૯ જીબી મોબાઇલ ડેટા ખર્ચ થાય છે.જયારે દક્ષિણ કોરિયામાં બીજા ક્રમાંક સાથે સરેરાશ ૪.૫ જીબીનો પ્રતિ સીમ વપરાશ ધરાવે છે.
આમ મોબાઇલના ડેટા યૂઝ કરવામાં ફિનલેન્ડ કોરિયાથી બમણું આગળ છે.જુન ૨૦૧૬માં તો ફિનલેન્ડનો સીમદિઠ વપરાશ ૯ જીબી કરતા પણ વધુ હતો.મોબાઇલ ડેટાનો સૌથી વધુ વપરાશ સાંજે થાય છે. યુવાનો ન્યૂઝ અને વીડીયો જોવા માટે સતત ઓનલાઇન હોય છે.સંતાનોના પગલે માતા પિતા પણ મોબાઇલ ડેટા પાછળ વધુ પૈસા અને સમય ખર્ચ કરવા લાગ્યા છે.
ફિનલેન્ડના પરીવારોમાં ફૂરસદની પળો મોબાઇલ સાથે વધુ વિતી રહી છે.મોબાઇલના આ વળગણ સામે લોકોને જાગુ્રત કરવા એક વિડિયોમાં દર્શાવવામાં આવી રહયો છે. જેમાં બાળકને ફિડિંગ આપતી મહિલા મોબાઇલના ડેટામાં એટલી વ્યસ્ત રહે છે કે કાગડો બાળકને ચાંચ મારવા આવ્યો તેનો પણ ખ્યાલ રહયો નહી.
મોબાઇલ અંગેની અવરેેનેસ અંગેના આ વિડીયોમાં મહિલાઓને અપરાધી જેવી દર્શાવવામાં આવી હોવાનું માનીનેે ઘણાએ ટીકા પણ કરી છે.જો કે સરકારનો હેતુ આ દ્વારા મોબાઇલના લાપરવાહીથી ભરેલા વપરાશ સામે ધ્યાન ખેંચવાનો છે.