Home » Top News » પાકની નવી ચાલ, જાધવને જાસૂસ સાબિત કરતા પુરાવા UNને આપશે

News timeline

Headline News
14 hours ago

ભાજપ સાંસદ સામે દુષ્કર્મની ફરિયાદને પગલે વલસાડમાં ચકચાર

Breaking News
15 hours ago

નારાયણના લાંચકાંડમાં DCBના પોલીસ જવાનની જુબાની લેવાઇ

Breaking News
16 hours ago

કાશ્મીરમાં આતંકીઓનો બેંક લૂંટવાનો પ્રયાસ, જવાન ઘાયલ

Delhi
16 hours ago

સપાના માજી મંત્રી ગાયત્રી પ્રજાપતિને જામીન આપનાર જજ સસ્પેન્ડ

Entertainment
17 hours ago

બાહુબલી 2એ પહેલા દિવસે જ કરી રેકોર્ડ કમાણી

Gujarat
17 hours ago

સુરતમાં 3 માળનું મકાન ધરાશાયી, 4 લોકો દટાયા, એકનું મોત

Gujarat
18 hours ago

દમણ ખાતે મંદિરમાં નૃત્ય કરી રાધે મા ફરી વિવાદમાં,

Gujarat
18 hours ago

વડોદરા જિલ્લા પંચાયતમાં લાંચ કેસ- કોંગી આગેવાનોએ હાથ ખંખેરી લીધા

Delhi
19 hours ago

પથ્થરમારો બંધ કરાવો પછી જ ‘પેલેટગન’ નહીં વાપરવાનો આદેશ આપીશું-સુપ્રીમ

Bollywood
19 hours ago

ટેડ ટોકમાં ભાગ લેનાર પહેલો ભારતીય બન્યો શાહરુખ

Gujarat
19 hours ago

રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે

Bhuj
19 hours ago

પોરબંદરમાં લોકડાયરામાં બંદૂકથી ફાયરિંગનો વીડિયો વાઈરલ

પાકની નવી ચાલ, જાધવને જાસૂસ સાબિત કરતા પુરાવા UNને આપશે

નવી દિલ્હી, : ભારતીય નેવીના અધિકારી કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાને હવે નવી ચાલ ચલી છે. પાકિસ્તાને કુલભૂષણ જાધવ વિરુદ્ધ નવું ડોઝિયર તૈયાર કર્યું છે જેને તે પુરાવા તરીકે સયુંક્ત રાષ્ટ્રમાં રજુ કરશે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપમાં ફાંસીની સજા ફરમાવી છે. જેનો ભારતે સખત વિરોધ કર્યો છે. પાકિસ્તાને જાધવની માર્ચ 2016માં ધરપકડ કરી હતી. આ મુદ્દે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખુબ જ તણાવ પેદા થયો છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ નવું ડોઝિયર એક વીડિયો અને કોર્ટમાં અપાલેયા કુલભૂષણના નિવેદનના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં કુલભૂષણનું કથિત કબુલનામું છે. પાકિસ્તાનનો આરોપ છે કે જાધવ કરાચી અને બલુચિસ્તાનમાં જાસૂસી અને ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે. જેમાં કોર્ટ માર્શલ જનરલની પ્રમાણિત રિપોર્ટને પણ સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાધવ વિરુદ્ધ કોર્ટમાં થયેલી કાર્યવાહીની પણ જાણકારી આપવામાં આવી છે.

શુક્રવારે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ ગૌતમ બંબાવાલેએ પાકિસ્તાનને પાકિસ્તાન પાસે જાધવ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અને ચૂકાદાની કોપી આપવા જણાવ્યું છે. ભારતે પાકિસ્તાનને જણાવી દીધુ છે કે તેઓ જાધવ મામલે આ વિરુદ્ધ અપીલ કરશે. આ માટે પાકિસ્તાનના આર્મી એક્ટનો અભ્યાસ થઈ રહ્યો છે. પાકિસ્તાનના વિદેશ સચિવ તેહમીના જંજૂઆથી મુલાકાત કરીને બંબાવાલેએ જાધવ સુધી રાજનાયિક પહોંચની માંગ કરી હતી. જો કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કાયદાઓની અવગણના કરીને તેને ફગાવી દીધી. ભારત તરફથી જાધવને મળવા માટે 14મી વાર અપીલ કરવામાં આવી હતી.