Home » Top News » પાકે. જાધવની ફાંસીને યોગ્ય ઠેરવતું ડોઝિયર યુએનને સોંપ્યું

News timeline

Astrology
35 mins ago

આપનો આજનો દિવસ

Canada
40 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
41 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

પાકે. જાધવની ફાંસીને યોગ્ય ઠેરવતું ડોઝિયર યુએનને સોંપ્યું

ઈસ્લામાબાદ :  ભારતના આક્રમક વિરોધ વચ્ચે પાકિસ્તાને કુલભૂષણ જાધવને ફાંસી આપવાના ચુકાદાના પુરાવારૃપે યુએનને એક ડોઝિયર સોંપ્યું છે.  પાકિસ્તાને દાવો કર્યો છે કે, જાધવ ભારતીય નેવીનો નિવૃત્ત અધિકારી હતો, પરંતુ પાકિસ્તાનમાં ઘૂસ્યો ત્યારે તેની પાસે બે પાસપોર્ટ હતા. આ ડોઝિયરમાં અમે જાધવ વિરુદ્ધ મજબૂત પુરાવાનો સમાવેશ કર્યો છે.
પાકિસ્તાને દાવો કર્યો છે કે, કરાચી અને બલુચિસ્તાનમાં ભાંગફોડ પ્રવૃત્તિ કરવામાં પણ જાધવનો હાથ હતો. આ ડોઝિયરમાં કોર્ટ માર્શલ જનરલના અહેવાલનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત તેની સામે  કરાયેલી અદાલતી કાર્યવાહીની સંપૂર્ણ વિગતો પણ આ ડોઝિયરમાં સામેલ છે. પાકિસ્તાને જણાવ્યું છે કે, આ ડોઝિયર અમે પાકિસ્તાન સ્થિત ભારતીય રાજદૂતોને પણ સોંપીશું.
પાકિસ્તાને જાધવને પાકિસ્તાન આર્મી એક્ટ હેઠળ ફાંસીની સજા સંભળાવી છે. એટલું જ નહીં, પાકિસ્તાની કાયદા પ્રમાણે આર્મી કોર્ટ દ્વારા અપાતા ફાંસીના ચુકાદાને આખરી મંજૂરી પાકિસ્તાન સેનાના વડા આપે છે. જાધવના કેસમાં પાકિસ્તાન સેનાના વડા કુમાર જાવેદ બાજવાએ પણ આ ચુકાદાને મંજૂર રાખ્યો છે.
આ દરમિયાન ભારત સરકારે જાધવની ફાંસી અટકાવવા ઉચ્ચ સ્તરે તમામ પ્રયાસ કરવાનું શરૃ કર્યું છે. ભારતે દાવો કર્યો છે કે, પાકિસ્તાન આર્મી કોર્ટે કોઈ જ ચાર્જશીટ વિના જ જાધવને ફાંસીની સજા સંભળાવી દીધી હતી. પાકિસ્તાને જે ફાઈલ રજૂ કરી છે તેમાં ચાર્જશીટમાં હોય એવી કોઈ જ તારીખો કે સમયનો ઉલ્લેખ કરાયો નથી.