Home » Top News » સીરિયામાં શરણાર્થીઓ પર થયેલા બોમ્બ હુમલાનો મૃત્યુઆંક વધીને ૧૧૨

News timeline

Columns
4 mins ago

અનાથો(યતીમો)પ્રત્યે મનુષ્યોનું કર્તવ્ય

Canada
8 mins ago

કેનેડાના રિઅલ એસ્ટેટ ટાયકુન રોબર્ટ કેમ્પોનું ૯૩ વર્ષે નિધન

Columns
11 mins ago

કોહલી V/s કુંબલે : સ્વમાની કોચની વિદાય

Columns
14 mins ago

ભાજપની ચાણક્યની ચાલ : રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

Astrology
16 mins ago

આપનો આજનો દિવસ

Ahmedabad
26 mins ago

રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ સહિત ૧૯ હજાર પોલીસકર્મીનો બંદોબસ્ત

Delhi
1 hour ago

કેજરીવાલને જબરદસ્ત ઝટકો, ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ મામલે 21 વિધાયકોની અરજી ECએ ફગાવી

Bollywood
1 hour ago

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

World
1 hour ago

પાકિસ્તાનના ક્વેટા અને પારચિનારકમાં ત્રણ બોંબ વિસ્ફોટ ૪૧ના મોત, ૧૨૦ ઘાયલ

World
1 hour ago

લંડનના ટાવરમાં ફ્રિજના કારણે આગ લાગી હોવાનું તારણ

World
1 hour ago

ચીને એનએસજીમાં પ્રવેશની ભારતની દાવેદારીનો ફરીથી વિરોધ કર્યો See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-china-again-reiterated-india-s-claim-to-access-to-nsg#sthash.Dzgg3veC.dpuf

Top News
1 hour ago

રશિયાએ યુદ્ધ જહાજ પરથી સીરિયામાં IS ઉપર મિસાઈલ હુમલો કર્યો

સીરિયામાં શરણાર્થીઓ પર થયેલા બોમ્બ હુમલાનો મૃત્યુઆંક વધીને ૧૧૨

બૈરૃત :  સરકારી કબ્જાના બે શહેરોમાંથી બસોમાં ભરીને નાગરિકોને  બચાવીને લઇ જવાઇ રહ્યા હતા ત્યારે કરાયેલા  આત્મઘાતી કાર બોમ્બ હુમલાનો મરણ આંક વધીને ૧૨૨ થયો હતો.
લંડનસ્થિત માનવ અધિકારો માટેની સંસ્થાએ કહ્યું હતું કે  ગઇ કાલ ફુઆ અને કાફરિયા પાસે  બસ પાસે બોમ્બ વિસ્ફોટ કરતાં ૯૮ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલાઓમાં એ લોકો હતા જેઓ રાહત કાર્યકર્તાઓ હતા અથવા તો  બસના રખેવાળ હતા. તેમણે ભય વ્યક્ત કર્યો હતો કે  સેંકડો લોકો ઘાયલ હોવાથી મરણઆંક વધી  શકે છે.
ફુઆ અને કાફરિયામાંથી શરણાર્થીઓને લઇને નીકળતી ડઝન ઉપરાંત  બસો પર હુમલો કરાતાં  નિર્દોષ લોકો માર્યા જાય છે. શુક્રવારે પણ આવો હુમલો કરાયો હતો જેનો મરણ આંક વધીને ૧૧૨ થયો હતો, એમ એક અધિકારીએ કહ્યું હતું. છેલ્લા બે વર્ષથી ફુઆ અને કાફરિયા પર બળવાખોરોનો કબ્જો છે. બે પક્ષો વચ્ચે થયેલા કરાર મુજબ, અનેક નાગરિકો અને સશ્ત્ર બળવાખોરોને  મદાયા અને ઝાબદાનીથી બહાર લઇ જવામાં આવશે.
સીરિયાના પ્રમુખ બશર અલ અસદે કહ્યું હતું કે છ વર્ષના ગૃહ યુધ્ધમાં આવા અનેક કરાર થયા હતા અને હિંસાને અટકાવવાનો આ એક શ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે બળવાખોરોનું કહેવું હતું કે બોમ્બમારો કરીને તેમને અન્યત્ર ખસી જવાની ફરજ પાડવામાં આવે છે. સરકારે ગઇ કાલના હુમલા માટે બળવાખોરોના જુથ અહરર અલ શાનને જવાબદાર ઠેરવ્યો હતો. જો અહરર અલ શામે આ આરોપોને નકારી કાઢયા હતા.