Home » World » વિશ્વની સૌથી વૃધ્ધ વ્યક્તિ મોરાનોનું ૧૧૭ વર્ષની વયે ઇટાલીમાં અવસાન

News timeline

Ahmedabad
9 mins ago

નવા સમિકરણોને લીધે કોંગ્રેસમાં ટિકીટ માટે પડાપડી

Delhi
42 mins ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના રૂમ નંબર 242માં આગ લાગી

Ahmedabad
1 hour ago

ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

Gandhinagar
2 hours ago

-વિધાનસભાની ચૂંટણીમાં વંશવાદ હારશે અને વિકાસવાદ જીતશે- મોદી

Gujarat
3 hours ago

કોંગ્રેસે સિધ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

India
7 hours ago

લુધિયાનામાં RSS નેતાની ખુલ્લેઆમ હત્યા

Top News
7 hours ago

સ્પેનના જંગલોમાં આગ ફાટી નીકળતા બેના મોત

Top News
7 hours ago

સોમાલિયા બ્લાસ્ટ : મોતનો આંકડો વધી ૩૦૦ થઇ ગયો

Bollywood
11 hours ago

ઇશા બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપથી હેરાન નથી

Bollywood
13 hours ago

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

Bollywood
15 hours ago

રેસ-૩ ફિલ્મમાં બોલ્ડ સીન કરવાનો સલમાનનો ઇન્કાર

Bollywood
17 hours ago

અનિલ કપુર અને સોનમ કપુર એકસાથે નજરે પડશે

વિશ્વની સૌથી વૃધ્ધ વ્યક્તિ મોરાનોનું ૧૧૭ વર્ષની વયે ઇટાલીમાં અવસાન

લંડન :  વિશ્વની સૌથી વૃધ્ધ મનાતી મહિલા જે ૧૯મી સદીમાં જન્મી હતી તેમનું ૧૧૭ વર્ષની વયે અવસાન થયું હતું. ૨૯ નવેમ્બર, ૧૮૯૯માં ઇટાલીમાં જન્મેલા ઇમ્મા માર્ટિના લુઇગિયા મોરાનો ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સૌથી વૃધ્ધ્ જીવીત વ્યક્તિ હોવાના માનવામાં આવે છે.
 ઉપરાંત તેઓ સૌથી વૃધ્ધ મહિલા પણ હતા.ગેરોન્ટોલોજી રિસર્ચ ગુ્રપ દ્વારા કરાયેલા સંશોધન અનુસાર  શનિવારે ગુજરી ગયેલા મોરાનોને ગયા વર્ષે મે મહિનામાં જ વિશ્વની સૌથી વૃધ્ધ જીવીત વ્યક્તિ તરીકે સ્થાન મળ્યું હતું.
 પરિવારમાં આઠ ભાઇ-બહેનમાં સૌથી મોટો  મોરોનોનો જન્મ અને ઉછેર વેરસેલ્લી, ઇટાલીમાં થયો હતો, ત્યાર પછી તેઓ વરબાનિયામાં લેક મેગિઆર્રો, ઇટાલીના દરિયા કિનારે રહેવા જતા રહ્યા હતા જ્યાં તેમણે જીવનનો મોટાભાગનો સમય વિતાવ્યો હતો. તેઓ હમેંશા સાદુ ભોજન લેતા જેમાં બે કાચા અને એક પકાવેલ ઇડા, તાજા ઇટાલિયન પિસ્તા અને કાચા માંસનો સમાવેશ થતો હતો.
મોરોના એક પુરૃષની સાથે જોડાયેલા હતા જેઓ પ્રથમ વિશ્વ યુધ્ધમાં ગુજરી ગયા હતા. ત્યાર પછી ૧૯૨૬માં તેમણે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન જીવનમાં અનેક દુઃખ સહન કરવાના થતાં અને  છ મહિનાની તેમની સંતાન ગુજરી જતાં લગ્નજીવનનો અંત આણ્યો હતો અને ત્યાર પછી તેમણે ક્યારે પણ લગ્ન કર્યા ન હતા.
મોરોના ૧૨૨ વર્ષ ૧૬૪ દિવસ સુધી જીવી ગયેલા જીન લુઇસ કાલ્મેનટ કરતાં પાંચ વર્ષ નાના હતા જે એ વખતે વિશ્વની સૌથી વૃધ્ધ વ્યક્તિ હતી, એમ ગીનીઝ બુક ઓફ  વર્લ્ડ રેકોર્ડ્ઝમાં જણાવાવમાં આવ્યું હતું.
ગેરોન્ટોલોજી રિસર્ચ ગુ્રપ અનુસાર ૧૯૦૦ માં જન્મેલા જમૈકાના વાયોલેટ બ્રાઉન હવે વિશ્વના સોથી વૃધ્ધ વ્યક્તિ છે. જ્યારે સૌથી વૃધ્ધ પુરૃષ છે હોલોકોસ્ટમાંથી બચી ગયેલા ઇઝરાઇલ ક્રિસ્ટલ જેમણે ગયા સપ્ટેમ્બરમાં પોતાનો ૧૧૩મો જન્મ દિવસ ઉજવ્યો હતો.