Home » Top News » બ્રિટનમા ધરપકડ થયા બાદ વિજય માલ્યાને કલાકોના ગાળામાં જામીન મળ્યા

News timeline

Headline News
13 hours ago

ભાજપ સાંસદ સામે દુષ્કર્મની ફરિયાદને પગલે વલસાડમાં ચકચાર

Breaking News
14 hours ago

નારાયણના લાંચકાંડમાં DCBના પોલીસ જવાનની જુબાની લેવાઇ

Breaking News
15 hours ago

કાશ્મીરમાં આતંકીઓનો બેંક લૂંટવાનો પ્રયાસ, જવાન ઘાયલ

Delhi
16 hours ago

સપાના માજી મંત્રી ગાયત્રી પ્રજાપતિને જામીન આપનાર જજ સસ્પેન્ડ

Entertainment
16 hours ago

બાહુબલી 2એ પહેલા દિવસે જ કરી રેકોર્ડ કમાણી

Gujarat
17 hours ago

સુરતમાં 3 માળનું મકાન ધરાશાયી, 4 લોકો દટાયા, એકનું મોત

Gujarat
18 hours ago

દમણ ખાતે મંદિરમાં નૃત્ય કરી રાધે મા ફરી વિવાદમાં,

Gujarat
18 hours ago

વડોદરા જિલ્લા પંચાયતમાં લાંચ કેસ- કોંગી આગેવાનોએ હાથ ખંખેરી લીધા

Delhi
18 hours ago

પથ્થરમારો બંધ કરાવો પછી જ ‘પેલેટગન’ નહીં વાપરવાનો આદેશ આપીશું-સુપ્રીમ

Bollywood
18 hours ago

ટેડ ટોકમાં ભાગ લેનાર પહેલો ભારતીય બન્યો શાહરુખ

Gujarat
19 hours ago

રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે

Bhuj
19 hours ago

પોરબંદરમાં લોકડાયરામાં બંદૂકથી ફાયરિંગનો વીડિયો વાઈરલ

બ્રિટનમા ધરપકડ થયા બાદ વિજય માલ્યાને કલાકોના ગાળામાં જામીન મળ્યા

નવી દિલ્હી :  શરાબ કારોબારી અને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા વિજય માલ્યાની આજે પ્રત્યાર્પણ વોરંટના આધાર પર ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે, ધરપકડ કરવામાં આવ્યા બાદ કલાકોના ગાળામાં જ વિજય માલ્યાને જામીન મળી ગયા હતા. આ સંદર્ભમાં વિજય માલ્યાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભારતમાંથી ફરાર થઇને બ્રિટનમાં છેલ્લા ઘણા સમયથી છુપાયેલા વિજય માલ્યાની સામે ભારતની વિનંતીના આધાર પર કાર્યવાહી કરવામાં આવી હતી. વિજય માલ્યાએ જામીન મળી ગયા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, આ એક રુટિન કાર્યવાહી હતી. ભારતના મિડીયામાં આને બિનજરૃરી રીતે વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ વિજય માલ્યાએ તરત જ ટ્વિટર મારફતે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

લંડનમાં ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ વિજય માલ્યાને વેસ્ટમિંસ્ટર કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને જામીન મળી ગયા હતા. જામીન મળી ગયા બાદ માલ્યાએ ભારતીય સમય મુજબ સાંજે ૪.૫૪ વાગે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી. માલ્યાએ કહ્યું હતું કે, હંમેશાની જેમ ભારતીય મીડિયાએ તેમના સમાચારને ખુબ જ ચઢાવીને રજૂ કર્યા હતા. ઉમ્મીદ મુજબ પત્યાર્પણ પર આજથી કોર્ટમાં કાર્યવાહી શરૃ થઇ ગઇ છે. માલ્યાને પકડી લેવામાં આવ્યા બાદ ટૂંકા ગાળામાં જ જામીન મળી જતાં વિપક્ષે ફરીવાર સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, એક બે કલાકની અંદર જ વિજય માલ્યાને જામીન મળી ગયા હતા.સરકારે દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા સતત દબાણ લાવવામાં આવ્યા બાદ સરકારે આખરે ફેબ્રુઆરી મહિનામાં માલ્યાના પ્રત્યાર્પણ માટે અરજી આપી હતી.

બીજી બાજુ સરકાર તરફથી નાણા રાજ્યમંત્રી સંતોષ ગંગવારે કહ્યું હતું કે, માલ્યાને ભારત લાવવામાં આવશે અને તેમની સામે જરૃરી કાર્યવાહી કરાશે. માલ્યાને ભારત લાવવા માટે જરૃરી કાયદાકીય કાર્યવાહી મુજબ આગળ વધવામાં આવશે. વિજય માલ્યા પર સરકારી બેંકો દ્વારા હજારો કરોડ રૃપિયાની લોન નહીં ચુકવવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. હજારો કરોડ રૃપિયાની લોન લીધા બાદ ફરી ચુકવવામાં નિષ્ફળ રહેલા માલ્યા ગુપ્તરીતે લંડન ફરાર થઇ ગયા હતા. તેમના મુદ્દા ઉપર છેલ્લા ઘણા સમયથી રાજનીતિ રમાઈ રહી હતી.

માલ્યાને હવે ભારત લાવવાને લઇને કવાયત શરૃ થઇ છે. વિજય માલ્યાની ધરપકડના સમાચાર મળતાની સાથે જ ચકચાર મચી ગઈ હતી. સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી. વિજય માલ્યા ભારતીય બેંકો સાથે ૯૦૦૦ કરોડ રૃપિયાથી વધુના દેવાના મામલામાં કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છે. માલ્યા ઉપર અન્ય બીજા ગંભીર નાણાંકીય આક્ષેપો પણ થયેલા છે. કિંગફિશર એરલાઇન્સ ઉપર આશરે ૯૦૦૦ કરોડ રૃપિયાનું દેવું છે. આ લોનની રકમ એસબીઆઈના નેતૃત્વમાં ૧૭ બેંકોના ગ્રુપ દ્વારા આપવામાં આવી હતી. ગયા વર્ષે માર્ચ મહિનામાં માલ્યા ગુપ્તરીતે ફરાર થઇ ગયા હતા. આ અગાઉ માલ્યાએ યુએસએલવી સાથે સોદાબાજી કરી હતી જેમાં તેમને કંપનીથી હટી જવાના બદલામાં ૫૦૦ કરોડ રૃપિયાથી વધારાની રકમ મળી હતી.  એ વખતે રહેલી કોઇપણ પર્સનલ લાઇબિલિટીથી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

તે વખતથી જ માલ્યા બ્રિટનમાં હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે માલ્યાને પોતાના પાસપોર્ટની સાથે ૩૦મી માર્ચ ૨૦૧૬ના દિવસે વ્યક્તિગતરીતે રજૂ થવા આદેશ કર્યો હતો. ભારતે આ વર્ષે ૮મી ફેબ્રુઆરીના દિવસે સત્તાવારરીતે બ્રિટન સરકારને ભારત-બ્રિટન પ્રત્યાર્પણ સંધિ હેઠળ માલ્યાના પ્રત્યાર્પણ માટે સત્તાવારરીતે અપીલ કરી હતી. બીજી બાજુ પ્રોપર્ટીની હરાજી હવે લેન્ડર્સની મદદથી એસબીઆઈ કેમ્પ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી રહી છે. વિજય માલ્યાની ધરપકડ અને મોડેથી જામીન મળી ગયા બાદ આને લઇને ચર્ચાઓ રહી હતી. વિજય માલ્યાને ભાગેડૂ પણ જાહેર કરવામાં આવ્યા હતા. ગયા મહિને બ્રિટિશ સરકારે ભારતની વિનંતીને માન્ય રાખી હતી અને વધુ પગલા લેવા માટે જિલા જજને ભારતની વિનંતી મોકલી દીધી હતી. વિજય માલ્યાને ભારત સોંપવામાં આવે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. ભારતીય કોર્ટ તરફથી માલ્યા સામે અનેક વખત સમન્સ જારી કરાયા હતા. આ વર્ષે જાન્યુઆરી મહીનામાં જ સીબીઆઈ કોર્ટે તેમની સામે ૭૨૦ કરોડના આઈડીબીઆઈ બેંક લોન ડિફોલ્ટ કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યુ હતું.  બીજી માર્ચ ૨૦૧૬ના દિવસે માલ્યા ફરાર થઇ ગયા હતા.