Home » Top News » દર અઠવાડિયે પરીક્ષણ થશે, અમેરિકા આડું આવશે તો પરમાણુ હુમલો કરીશું : ઉ.કોરિયા

News timeline

Headline News
14 hours ago

ભાજપ સાંસદ સામે દુષ્કર્મની ફરિયાદને પગલે વલસાડમાં ચકચાર

Breaking News
15 hours ago

નારાયણના લાંચકાંડમાં DCBના પોલીસ જવાનની જુબાની લેવાઇ

Breaking News
16 hours ago

કાશ્મીરમાં આતંકીઓનો બેંક લૂંટવાનો પ્રયાસ, જવાન ઘાયલ

Delhi
16 hours ago

સપાના માજી મંત્રી ગાયત્રી પ્રજાપતિને જામીન આપનાર જજ સસ્પેન્ડ

Entertainment
17 hours ago

બાહુબલી 2એ પહેલા દિવસે જ કરી રેકોર્ડ કમાણી

Gujarat
17 hours ago

સુરતમાં 3 માળનું મકાન ધરાશાયી, 4 લોકો દટાયા, એકનું મોત

Gujarat
18 hours ago

દમણ ખાતે મંદિરમાં નૃત્ય કરી રાધે મા ફરી વિવાદમાં,

Gujarat
18 hours ago

વડોદરા જિલ્લા પંચાયતમાં લાંચ કેસ- કોંગી આગેવાનોએ હાથ ખંખેરી લીધા

Delhi
18 hours ago

પથ્થરમારો બંધ કરાવો પછી જ ‘પેલેટગન’ નહીં વાપરવાનો આદેશ આપીશું-સુપ્રીમ

Bollywood
19 hours ago

ટેડ ટોકમાં ભાગ લેનાર પહેલો ભારતીય બન્યો શાહરુખ

Gujarat
19 hours ago

રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે

Bhuj
19 hours ago

પોરબંદરમાં લોકડાયરામાં બંદૂકથી ફાયરિંગનો વીડિયો વાઈરલ

દર અઠવાડિયે પરીક્ષણ થશે, અમેરિકા આડું આવશે તો પરમાણુ હુમલો કરીશું : ઉ.કોરિયા

નવી દિલ્હી :  દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોની મુલાકાતે ગયેલા અમેરિકન ઉપ પ્રમુખ માઇક પેન્સે જાપાનને ઉત્તર કોરિયાના કોઈ પણ ખતરા સામે પૂરતું રક્ષણ આપવાની ખાતરી આપી છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ‘દર અઠવાડિયે’ પરમાણુ અને મિસાઈલો પરીક્ષણો કરી રહ્યા હોવાથી આ બંને દેશ ભયભીત છે.
જોકે, અમેરિકા સહિતના દેશોની ધાકધમકીને અવગણીને ઉત્તર કોરિયાએ હુંકાર કર્યો છે કે, અમે અમેરિકાના કોઈ પણ દુ:સાહસનો જડબાતોડ જવાબ આપીશું. ઉત્તર કોરિયાના રક્ષણ માટે અમે પરમાણુ યુદ્ધ કરતા પણ ખચકાઈશું નહીં. અમે અમેરિકા સુધી હુમલો થઈ શકે એવી મિસાઈલ વિકસાવવા માટે પણ પ્રયત્નશીલ છીએ.
આ દરમિયાન ઉત્તર કોરિયાએ રવિવારે જ વધુ એક મિસાઈલનું નિષ્ફળ પરીક્ષણ કર્યું હતું. અમેરિકા અને દક્ષિણ કોરિયાના ઉપગ્રહોએ આ પરીક્ષણની તસવીરો પણ લીધી હતી. ઉત્તર કોરિયાના નાયબ વિદેશ મંત્રી હાન સોંગ રયોલે કહ્યું હતું કે, અમે અમારું છઠ્ઠું પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યા છીએ.
અમે દર અઠવાડિયે, મહિને અને વર્ષે પરીક્ષણો કરતા જ રહીશું. જો અમેરિકા તેમાં કોઈ અડચણ ઊભી કરશે તો અમે યુદ્ધ છેડીશું. માઈક પેન્સે જાપાનીઝ વડાપ્રધાન શિન્ઝો એબ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, અમેરિકા અને જાપાનની શાંતિ અને સુરક્ષા માટે કરેલી સંધિ ખૂબ જ મહત્ત્વની છે.
એશિયામાં શાંતિ સ્થાપવા માટે અમે ઉત્તર કોરિયાને પાઠ ભણાવી શકીએ છીએ. આ મુદ્દો ઉકેલવા અમે ઘણો સંયમ રાખ્યો છે, પરંતુ હવે તેનો અંત આવી ગયો છે. અમે લશ્કરી ડ્રીલ કરીને પણ ઉત્તર કોરિયા પર દબાણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા છીએ.
દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન પેન્સે ઉત્તર કોરિયાની સરહદ નજીક બિન-લશ્કરી ઝોનની મુલાકાત લીધી હતી. એ વખતે પેન્સે દક્ષિણ કોરિયામાંથી ઉત્તર કોરિયાની સરહદનું નિરીક્ષણ  કર્યું હતું, જ્યારે સામેની તરફથી ઉત્તર કોરિયાના બે સૈનિકોએ પેન્સની સંખ્યાબંધ તસવીરો ક્લિક કરી હતી. આ દરમિયાન પેન્સે કહ્યું હતું કે, અમેરિકાએ સીરિયા અને અફઘાનિસ્તાનમાં કરેલી લશ્કરી કાર્યવાહીની પણ ઉત્તર કોરિયા પર બિલકુલ અસર થઈ નથી.