Home » Top News » ઓસ્ટ્રેલિયાએ નોકરી માટેના વિઝા રદ કર્યા, ભારતીયો સહીત એક લાખ બેરોજગાર

News timeline

Gujarat
2 hours ago

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

Business
2 hours ago

GSKને 40% ટેક્સનો ભય: મર્જર દ્વારા સોદો કરવા તૈયાર

Headline News
2 hours ago

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

Business
2 hours ago

TCSનું માર્કેટકેપ 7 લાખ કરોડને પાર

Business
2 hours ago

કેન્સલેશન ચાર્જિસ, વળતરના પ્રસ્તાવનો એરલાઇન્સ વિરોધ કરશે

Business
2 hours ago

આરકોમ એરિક્સનની વાટાઘાટ મુશ્કેલીમાં

Gujarat
3 hours ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
4 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
4 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
4 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
4 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
5 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

ઓસ્ટ્રેલિયાએ નોકરી માટેના વિઝા રદ કર્યા, ભારતીયો સહીત એક લાખ બેરોજગાર

મેલબોર્ન :  બ્રિટન, અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયા પણ વિઝા પર કાપ મુકવા જઇ રહ્યું છે. જેને પગલે હાલ વિદેશમાં કામ માટે જતા અથવા વસતા ભારતીયો માટે મુશ્કેલી વધી ગઇ છે. ઓસ્ટ્રેલિયાએ એક એવા વિઝા પ્રોગ્રામને રદ કરવાની જાહેરાત કરી છે કે જેનો સૌથી વધુ ઉપયોગ ભારતીયો કરી રહ્યા છે.
 થોડા દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન મેલકોમ ટર્નબુલ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મેટ્રોમાં સફર કરી એટલુ જ નહીં સેલ્ફી લીધી અને ભારત સાથેના સંબંધો વધુ મજબુત કરવાના મોટા મોટા વચનો આપ્યા હતા. જોકે તેઓ મોદીને કોણીએ ગોળ લગાવી ગયા હોય તેમ જેવા તેઓ ઓસ્ટ્રેલીયા પહોંચ્યા કે તુરંત જ તેઓએ ભારતીયોને અપાતા વિઝા પ્રોગ્રામ પર કાતર ફેરવી દીધી છે.
ઓસ્ટ્રેલીયાના વડા પ્રધાન મેલકોમે એવી દલીલ કરી છે કે અમારા દેશના નાગરીકોને પણ રોજગારીની હવે જરૃર ઉભી થઇ રહી હોવાથી અમે બહારના નાગરીકોના વિઝા પર કાપ મુકવા જઇ રહ્યા છીએ. અમે ઓસ્ટ્રેલીયા ફસ્ટની નીતી અપનાવવા જઇ રહ્યા છીએ.  ઓસ્ટ્રેલિયા જે વીઝા કાર્યક્રમને રદ કરી રહ્યું છે તેને ૪૫૭ વીઝા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોગ્રામનો સૌથી વધુ ઉપયોગ વિદેશી નાગરીકો કરતા હોય છે. ખાસ કરીને ભારતીયો આ વિઝાના આધારે જ ઓસ્ટ્રેલિયામાં નોકરી માટે જાય છે. અને તેઓને ચાર વર્ષ સુધી ત્યાં કામ કરવાની છુટ અપાય છે.
જોકે હવે આ ૪૫૭ વીઝાને રદ કરવાનો હોવાથી હવે સૌથી વધુ ફટકો ભારતીયોને પડશે. આ પહેલા બ્રિટને વિઝા આપવામાં કાપ મુકી દીધો હતો, જ્યારે અમેરિકા તો ગ્રીનકાર્ડ હોલ્ડર્સમાં જ કાપ મુકવા જઇ રહ્યું છે. અને હવે ઓસ્ટ્રેલિયાએ પણ આ પગલુ ભરતા ભારતીયોને સૌથી મોટો ફટકો પડયો છે.
ઓસ્ટ્રેલિયાના આ પગલાથી ત્યાં કામ  કરી રહેલા આશરે એક લાખ જેટલા વિદેશીઓને ફટકો પડશે અને તેઓએ ઓસ્ટ્રેલિયા છોડવો પડશે. હાલ આ વિઝાના આધારે સૌથી વધુ ભારતીયો, બીજા ક્રમે યુકે અને બાદમાં ચીનના નાગરીકો ઓસ્ટ્રેલિયામાં કાર્યરત છે. હવે ઓસ્ટ્રેલિયા જે નવી નીતી લાવશે તેમાં સૌથી કુશળ લોકો હશે તેને જ આવકારવામાં આવશે.