Home » Top News » પનામા કેસમાં નવાઝ શરીફને સુપીમ કોર્ટની ફિટકારઃ વધુ તપાસ કરવા આદેશ

News timeline

Gujarat
2 hours ago

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

Business
2 hours ago

GSKને 40% ટેક્સનો ભય: મર્જર દ્વારા સોદો કરવા તૈયાર

Headline News
2 hours ago

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

Business
2 hours ago

TCSનું માર્કેટકેપ 7 લાખ કરોડને પાર

Business
2 hours ago

કેન્સલેશન ચાર્જિસ, વળતરના પ્રસ્તાવનો એરલાઇન્સ વિરોધ કરશે

Business
2 hours ago

આરકોમ એરિક્સનની વાટાઘાટ મુશ્કેલીમાં

Gujarat
3 hours ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
4 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
4 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
4 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
4 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
5 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

પનામા કેસમાં નવાઝ શરીફને સુપીમ કોર્ટની ફિટકારઃ વધુ તપાસ કરવા આદેશ

ઇસ્લામાબાદ  :  પનામા પેપર લીકના મામલામાં ઘેરાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની મૂશ્કેલીઓ વધી ગઇ છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ જોઇન્ટ ઇન્વેસ્ટીગેશન ટીમ (JIT)નું નિર્માણ કરવાનો આદેશ આપ્યો છે. જેઆઇટી દર 15 દિવસે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. એવામાં ચર્ચા થઇ રહી છે કે આ નિર્ણય બાદ શરીફે પોતાનું પદ છોડવુ પડી શકે છે અને પોતાની પાર્ટીમાંથી કામચલાઉ વડાપ્રધાન પસંદ કરવા પડશે.

પાકિસ્તાની વેબસાઇટ અનુસાર આ સ્પેશિયલ બેન્ચ કલમ 184/3 હેઠળ મામલની તપાસ કરશે. તપાસમાં જાણકારી મેળવવામાં આવશે કે છેવટે પૈસા કેવી રીતે કતાર પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ મામલાની સુનાવણી પાંચ જજની બેન્ચ કરી રહી છે. જેમાં નવાઝના ત્રણ બાળકો મરિયમ, હસન અને હુસૈન નવાઝને લઇને જજોનો મત 3-2 રહ્યો છે. આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને લઇને નવાઝના પરિવારના સભ્યો આ મામલાને એક રાજકીય વળાંક આપી રહ્યા છે.

ઇસ્લામાબાદમાં બુધવારે શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી પીએમએલ-એનની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે પાર્ટીએ મધ્યવર્તી ચૂંટણી કરવી જોઇએ અથવા કામચલાઉ વડાપ્રધાન પસંદ કરવા જોઇએ. જેમાં ઉમેદવારની પસંદગી પર છેલ્લો નિર્ણય કરવાનો રહેશે. આ પદ માટે શરીફના બે ઉમેદવાર હોઇ શકે છે.

જેમાં શરીફના બંને સંબંધીઓ હોઇ શકે છે. શરીફના સાસરી પક્ષથી સંબંધી નાણાંમંત્રી ઇશાક ડાર અને શરીફના નાના ભાઇ તથા પંજાબના મુખ્યમંત્રી શાહબાઝ શરીફ આ પદ માટેના પ્રભળ દાવેદાર બની શકે છે. પીએમએલ-એન અધિકારીઓએ જણાવ્યુ કે આમ તો અન્ય ઉમેદવારો પર પણ વિચાર કરવામાં આવી રહ્યા છે.