Home » Top News » રશિયાનો દાવોઃ માત્ર એક જ બોમ્બથી આખા અમેરિકન નેવીનો સફાયો કરવામાં સક્ષમ

News timeline

Bollywood
58 mins ago

સોનુ સુદ હિન્દી અને મરાઠી ફિલ્મો કરવા તૈયાર

World
1 hour ago

સઉદી : મહિલાનો વિવાદાસ્પદ વીડિયો જાહેર થતા ફિટનેસ સેન્ટર બંધ

Gujarat
1 hour ago

દા.ન.હવેલીમાં મેડિકલ-એન્જિનિયરીંગ કોલેજ પણ બનશે- રાજનાથસિંહ

Delhi
1 hour ago

લોકતંત્ર ખતરામાં કહી યશવંત સિન્હાએ BJP સાથે છેડો ફાડયો

Business
3 hours ago

ઓઇલ એક્સ્પ્લોરેશન કંપનીઓનું માર્જિન 25 ટકા વધશે: ક્રિસિલ

Business
3 hours ago

એસ્સાર સ્ટીલ માટે બીજા રાઉન્ડનું બિડિંગ અમાન્ય

Cricket
3 hours ago

શિખર ધવન ઈજાગ્રસ્ત : હવે પછીની મેચો રમવા પર સસ્પેન્સ

Business
4 hours ago

ઊજળા દેખાવ બાદ TCS પ્રીમિયમ વેલ્યુએશન જાળવે તેવી શક્યતા

Business
4 hours ago

આલોક ઇન્ડ.ના 12,000 કર્મચારી જોબ ગુમાવશે

Ahmedabad
4 hours ago

કૉંગ્રેસેને ન્યાયપાલિકા પર ભરોસો નથી: જીતુભાઇ વાઘાણી

Cricket
5 hours ago

૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા ભારત દાવેદારી કરશે

Bollywood
5 hours ago

‘બાહુબલી-૨’ ચીનમાં મે ના પ્રથમ અઠવાડિયે રિલીઝ કરાશે

રશિયાનો દાવોઃ માત્ર એક જ બોમ્બથી આખા અમેરિકન નેવીનો સફાયો કરવામાં સક્ષમ

મોસ્કો  :  રશિયાએ દાવો કર્યો છે કે તે માત્ર એક જ બોમ્બથી આખી અમેરિકન નેવીનો સફાયો કરી શકે છે. રશિયન સરકાર નિયંત્રિત મીડિયાના રિપોર્ટ અનુસાર ઇલેક્ટ્રોનિક બોમ્બની ટેકનિકથી ફાઇટર પ્લેન, યુદ્ધજહાજો અને મિસાઇલોને નકામા કરી શકે છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે આજે અમારા રશિયન ઇલેક્ટ્રોનિક વૉરફેરના જવાન કોઇ પણ હથિયારની ઓળખ કરી શકે છે અને યુદ્ધજહાજ, રેડાર અને સેટેલાઇટ જેવા કોઇ પણ ટાર્ગેટને ખતમ કરી શકે છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘણાં વર્ષો પહેલાં બ્લેક સીમાં એક માત્ર રશિયન ફાઇટર પ્લેન અમેરિકન વિનાશિકા યુએસએસ ડોનાલ્ટ કૂક ઉપર કેટલીયે વખત ઊડ્યું હતું અને તેની સિસ્ટમ નકામી કરીને તેને અસહાય કરી દીધું હતું. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના બેઝ ઉપર ઇલેક્ટ્રોનિક જામર લગાવવામાં સક્ષમ છે જેના કારણે તે રેડાર સ્ક્રીન્સ પરથી અદૃશ્ય થઇ જશે.

આ પ્રોપેગેન્ડા રિપોર્ટમાં અમેરિકન જનરલ ફ્રેન્ક ગોરેંકનો સંદર્ભ ટાંકીને કહેવામાં આવ્યું છે કે રશિયન ઇલેક્ટ્રોનિક હથિયાર મિસાઇલો, ફાઇટર પ્લેનો અને યુદ્ધજહાજો ઉપર લગાવેલા અમેરિકન ઇલેક્ટ્રોનિક સિસ્ટમની કામગીરીને સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત કરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની શક્તિશાળી રેડિયો ઇલેક્ટ્રોનિક જામિંગ સિસ્ટમને ભેદવી અત્યંત મુશ્કેલ છે.