વોશિંગ્ટન : અમેરિકામાં ભારતમાંથી નકલી દવાઓ મોકલવા દાણચોરી કરવાના એ મની લોન્ડરિંગના કેસમાં એક ભારતીય પુરૃષને ૩૩ મહિનાની સજા કરવામાં આવી હતી. ૪૪ વર્ષના મુંબઇના રમેશ બુચીરામ અકેકલાની ચાલુ વર્ષની શરૃઆતમાં પનામામાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ગુરૃવારે તેને અમેરિકા પાછો મોકલી આપવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગ અને મેલ ફ્રોડમાં દોષિત ઠેરવ્યા પછી ગઇ કાલે તેને ૩૩ મહિનાની સજા આપવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, રમેશે ખોટા નામે ભારતમાંથી દવાઓ મોકલી હતી અને પ્રિસ્ક્રિપ્શન વગર અમેરિકન ગ્રાહકોને વેચવા માટે ફરી અમેરિકા મોકલી હતી, એમ સીનિયર જજ ડોનેટ્ટા અમ્બ્રોઝની કોર્ટને કહેવામાં આવ્યું હતું. યુનાઇટેડ સ્ટેટના સહાયક એટર્ની શાર્દુલ એસ દેસાઇએ સરકાર વતી આ કેસ લડયો હતો. રમેશ ઓનલાઇન અમેરિકન ગ્રાહકોને વેબસાઇટ પર વગર પ્રિસ્ક્રિપ્શને પ્રિર્ક્રિપ્શનની દવાઓ ઓફર કરતો હતો.તેની પર મની લોન્ડરિંગના બે અને મેલફ્રોડના દસ કાઉન્ટને કેસ થયા હતા.
We are Social