Home » World » મલેશિયાના સુધારાવાદી નેતા અનવરને શાહી પરિવારે માફી આપતા જેલ મુક્ત

News timeline

Gujarat
23 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
3 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

મલેશિયાના સુધારાવાદી નેતા અનવરને શાહી પરિવારે માફી આપતા જેલ મુક્ત

કુઆલાલમ્પુર :  મલેશિયાના સુધારાવાદી નેતા અનવર ઇબ્રાહીમ માટે આજની સવાર એક નવો જ સંદેશો લઇને આવી હતી. તેમને શાહી પરિવારે માફી આપતાં જેલમાંથી તેમનો છુટકારો થયો હતો, પરિણામે તેઓ જેલના રાજકીય કેદીમાંથી હવે દેશના વડા પ્રધાન બનશે.  મલેશિયાના લાંબા સમયના શાસક ગઠબંધનની સરકાર સામે લોકપ્રિય થયેલી પોતાની રાજકીય પાર્ટીને કચડવા માટે ગઠબંધનની  સરકાર દ્વારા તેમની સામે કરાયેલા કથિત સૃષ્ટી વિરૃધ્ધના કેસમાં૨૦૧૫માં તેમને સજા કરવામાં આવી હતી.

આમ તો આઠમી જૂને તેમની સજા પુરી જ થવાની હતી, પરંતુ ગયા સપ્તાહના ચૂંટણીમાં તેમની અપેક્ષા વિરૃધ્ધની જીતના કારણે ૬૦ વર્ષથી રાજ કરનાર નેશનલ ફ્રન્ટના શાસનનો અંત આવ્યા હતા.’ મલેશિયા માટે આ એક નવી સવાર છે એમના માટે જેઓ  લોકશાહીના મૂલ્યો માટેના જતન  અને સ્વતંત્રતા માટે કોઇપણ જાતના જાતીવાદી કે વંશિય ભેદભાવ વગર અમારી સાથે રહ્યા હતા’ ચૂંટણીના પરિણામ પરિવર્તન માટે હતા અને હવે નવી સરકારની જવાબદારી છે કે  લોકચૂકાદોને માથે ચઢાવે’એમ તેમણે પત્રકારોને કહ્યું હતું.

અગાઉ અનવરને તેમના સેંકડો ટેકેદારો અને પત્રકારોએ હોસ્પિટલમાંથી નીકળતી વખતે ઉંચકી લીધા હતા અને  મલેશિયાના રાજાની સાથે તેમને પ્રેક્ષકો તરફ લઇ જવામાં આવ્યા હતા. શાહી મહેલે એક નિવેદનમાં કહ્યું હતું કે પાર્ડન્સ બોર્ડે સલાહ આપતાં રાજાએ અનવરને સંપૂર્ણ માફી આપી હતી.રાજકારણના નિષ્ણતોએ કહ્યું હતું કે તેમના છુટવાથી મહાથીર મોહમ્મદની નવા સરકાર માટે સમસ્યાઓ ઊભી થઇ શકે છે જેઓ  ચાર પક્ષોના ગઠબંધનના વિજય પછી વિશ્વના સૌથી મોટી વયના એટલે કે ૯૨ વર્ષે વડા પ્રધાન બન્યા હતા.