રસોઈની 1 વસ્તુ સ્કીન પર લાવશે ગ્લો, એજિંગને કરશે સ્લો
August 09, 2022

દહીં સ્કીનને ધીરે ધીરે એક્સફોલિએટ કરે છે તેનાથી ડેડ સ્કીન હટી જાય છે. સ્કીન ફ્રેશ પણ જોવા મળે છે. દહીંના લેક્ટિક એસિડ અને ઝિંક ડાઘ-ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. એટલું નહીં તમારી સ્કીનને એક ટોન લાઈટ કરવામાં પણ તમારી મદદ કરે છે. દહીંમાં એન્ટીએજિંગ ગુણ હોય છે જેનો ઉપયોગ કરવાથી તમારી સ્કીન સુંદર અને જવાન દેખાય છે. તો જાણો દહીંમાં કઈ વસ્તુઓ મિક્સ કરવાથી ચહેરાને નેચરલ લૂક મળે છે. જાણો સરળ ફેસ માસ્કની રીત.
દહીં અને મધનું માસ્ક
દહીં અને મધનું કોમ્બિનેશન સ્કીનને કોમળ, ચીકાશભર્યું અને હાઈડ્રેટેડ બનાવીને અંદરથી પોષણ આપશે. અડધો કપ ઘટ્ટ દહીં લો અને તેમાં 2 ટેબલ સ્પૂન મધ મિક્સ કરો. આ બંનેને સારી રીતે મિક્સ કરો અને સાથે તેને ચહેરા અને ગરદન પર માસ્કના રૂપમાં લગાવો. 20 મિનિટ બાદ સૂકાય એટલે તેને સામાન્ય પાણીથી ધોઈ લો.
દહીં અને સ્ટ્રોબેરી
દહીંના હાઈડ્રેટિંગ ગુણની સાથે સ્ટ્રોબેરીમાં રહેલા સૈલિસિલિક એસિડ તમને ગ્લોઈંગ સ્કીન આપશે. અડધા કપ દહીંની સાથે 2-3 સ્ટ્રોબેરીને ક્રશ કરો અને બ્રશની મદદથી તેને ચહેરા અને ગરદન પર લગાવો. સૂકાઈ જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ લો.
દહીં અને બેસન
દહીં અને ચણાનો લોટ એક્સફોલિએટિંગ ગુણ ધરાવે છે જે સ્કીનને માટે ફાયદો કરે છે. ડેડ ટિશ્યૂઝ અને સ્કીનમાં જમા થયેલી ગંદગીથી સ્કીનને સાફ કરવા માટે સૌથી કોમળ અને પ્રાકૃતિક રીત છે. અડધા કપ મલાઈ વિનાનું દૂધ હોય તેના દહીંમાં 2 ચમચી બેસન મિક્સ કરો. તમે બેસન વધુ પણ ઉમેરી શકો છો. આ રીતે સારી રીતે તેને મિક્સ કરો. ચહેરા પર પાતળી પરત લગાવો. તે સૂકાઈ જાય તો પાણીથી ફેસ વોશ કરી લો.
દહીં અને હળદર
હળદરના એન્ટી માઈક્રોબિયલ પણ મદદ કરશે. દહીં તમારી સ્કીનને હાઈડ્રેટ રાખવાની સાથે એકસ્ટ્રા ઓઈલને રિમૂવ કરશે. તમે અડધો કપ ફેંટેલું દહીં લો અને 1 ચમચી હળદર મિક્સ કરો. આ મિશ્રણને ફેસ પર અને ગરદન પર લગાવો. 20-25 મિનિટ રહેવા દો અને ધોઈ લો.
Related Articles
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફાસ્ટમાં બનાવો હેલ્ધી ટિક્કી
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફા...
Jan 31, 2023
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે અનેક ફાયદા
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે...
Jan 23, 2023
શિયાળામાં આ લોકોમાં વધે છે નિમોનિયાનો ખતરો, લક્ષણ દેખાતા થાઓ એલર્ટ
શિયાળામાં આ લોકોમાં વધે છે નિમોનિયાનો ખત...
Jan 23, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023