મધ્ય પ્રદેશના મુરૈનામાં ઝેરી દારૂ પીવાથી ૧૦ લોકોનાં મોત
January 13, 2021

મુરૈનાઃ મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાથી એક મોટો સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઝેરી દારૂ પીવાથી ૧૦ લોકોનાં મોત થયા છે. બીજી તરફ ડઝનબંધ લોકો બીમાર પડયા છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સોપો પડી ગયો છે. સાથોસાથ પોલીસ અને પ્રશાસનના હોથ ઉડી ગયા છે. સૂચના મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે બીમાર લોકોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. મૃતકોના શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ, મામલો બાગચીની પોલીસ સ્ટેશનની હદના માનપુર ગામ અને સુમાવલી પોલીસ સ્ટેશનની હદના પહવાલી ગામનો છે. કહેવામાં આવી રહ્યું છે કે માનપુર ગામમાં ઝેરી દારૂ પીવાથી ૫ લોકોનાં મોત થયા છે. બીજી તરફ, પહવાલી ગામમાં પણ ૩ લોકોનાં ઝેરી દારૂ પીવાથી મોત થયા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલમાંથી ૬ લોકોને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી બે વધુ લોકોનાં મોત થયા છે. મુરૈના જિલ્લા હૉસ્પિટલના ડૉક્ટર રાઘવેન્દ્ર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તમામ લોકોનાં મોત ઝેરી દારૂ પીવાના કારણે થયા છે. બીજી તરફ અનેક લોકોની તબિયત ખરાબ છે. સોમવાર સવારે સૌથી પહેલા માનપુરમાં ઝેરી દારૂ પીવાથી એક વ્યક્તિની તબિયત બગડી ગઈ, ત્યારબાદ પરિજનો ગંભીર સ્થિતિમાં તેને ગ્વાલિયર લઈ ગયા, જ્યાં રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. આ વ્યક્તિનું શબ લઈને જ્યારે પરિજનો ગામમાં પરત પહોંચ્યા તો જાણવા મળ્યું કે ગામમાં દારૂ પીવાના કારણે બીજા લોકોની પણ તબિયત બગડી ગઈ છે. નોંધનીય છે કે, આ કોઈ પહેલો મામલો નથી જેમાં મધ્ય પ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી આટલા લોકોના મોત થયા હોય. ગયા વર્ષે લૉકડાઉનની વચ્ચે મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં ગેરકાયદેરસ ઝેરી દારૂ પીવાથી ૮ લોકોનાં મોત થયા હતા. ત્યારે જણાવવામાં આવ્યું હતું કે બે લોકોની હાલત ગંભીર થઈ હતી. પોલીસ અધીક્ષક ગૌરવ તિવારીએ જણાવ્યું હતું કે આ લોકોએ દારૂ પીધા બાદ તબિયત ખરાબ થવા લાગી તેથી તેમને રતલામ જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
Related Articles
ખેડૂતોના આંદોલન બાદ રાહુલ ગાંધીનું ટ્વીટ, યોગેન્દ્ર યાદવ પર લોકો ભડક્યા
ખેડૂતોના આંદોલન બાદ રાહુલ ગાંધીનું ટ્વીટ...
Jan 26, 2021
લાલ કિલ્લા ચઢેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરી બહાર કઢાયા, રાજ્યમાં ઈન્ટરનેટ બંધ કરાયું
લાલ કિલ્લા ચઢેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરી...
Jan 26, 2021
ખેડૂતોની રેલી હિંસક, નિહંગોએ તલવાર લઇ પોલીસવાળાઓને દોડાવ્યા, આંદોલનકારીઓએ બસોને ઉથલાવી
ખેડૂતોની રેલી હિંસક, નિહંગોએ તલવાર લઇ પો...
Jan 26, 2021
દિલ્હીમાં ઉગ્ર બન્યું ખેડૂત આંદોલન, 100 ટ્રેક્ટરો સાથે ગુજરાતના 600 ખેડૂતો પણ પહોંચ્યા
દિલ્હીમાં ઉગ્ર બન્યું ખેડૂત આંદોલન, 100...
Jan 26, 2021
રાજપથ પરેડની વચ્ચે દિલ્હી બોર્ડર પર ખેડૂત અને પોલીસ વચ્ચે સંગ્રામ, ટિયરગેસના સેલ છોડ્યા
રાજપથ પરેડની વચ્ચે દિલ્હી બોર્ડર પર ખેડૂ...
Jan 26, 2021
પબ્લિક ડે પરેડમાં રાફેલે પ્રથમ વખત ઉડાન ભરી, 55 વર્ષના ઈતિહાસમાં ચીફ ગેસ્ટ વગર રાષ્ટ્રપતિએ તિરંગો લહેરાવ્યો
પબ્લિક ડે પરેડમાં રાફેલે પ્રથમ વખત ઉડાન...
Jan 26, 2021
Trending NEWS

26 January, 2021

26 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021