1 વાર ફૂલ ચાર્જ કરશો તો 1,000 કિ.મી ચાલશે આ ઈલેક્ટ્રિક કાર
November 27, 2021

Mercedes-Benzએ Vision EQXX કોન્સેપ્ટ કાર 3 જાન્યુઆરી 2022ના રોજ લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. આ અહેવાલની જાણકારી ડેમલર ગ્રુપ રિસર્ચ અને મર્સિડીજ બેન્જ કાર્સના સીઓ માર્કસ શેફરએ સોશિયલ મીડિયા લિંકડીન પર આપી છે. તેમણે આ ઈલેક્ટ્રીક કારને કંપની દ્વારા બનાવવામાં આવેલી અત્યાર સુધીની સૌથી લાંબી રેન્જવાળી ઈલેક્ટ્રીક કાર ગણાવી છે, જેણે એક વાર ચાર્જ કરવા પર 1,000 કિમી સુધી ચલાવી શકાય છે. ભારતીય સંદર્ભમાં જોઈએ તો આ કારને એકવાર ફૂલ કર્યા બાદ દિલ્હીથી નિકળો તો પટણા સુધી પહોંચી શકો છો.
શેફરે જણાવ્યું છે કે ઓટોમેકર એક એવું વાહન બનાવવાનું વિચારી રહી છે જે પરીક્ષણ સિવાય વાસ્તવિક રસ્તા પર 1,000 કિમી સુધી ચલાવી શકાય. તેમણે જણાવ્યું કે બેટરી વપરાશ પર કંપનીનું લક્ષ્ય 1 kWh પ્રતિ 100 કિમી છે. શેફરે વધુમાં ઉમેર્યું હતું કે મર્સિડીઝ-બેન્ઝ EQXX એ માત્ર એક શોકેસ કાર નથી કારણ કે તેની સાથે ઉપયોગમાં લેવાતી ખૂબ જ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ આગામી સમયમાં કંપનીની અન્ય ઈલેક્ટ્રિક કારમાં પણ કરવામાં આવશે.
મર્સિડીઝ-બેન્ઝે ડિઝાઇન અને ટેક્નોલોજી સહિત કારની બાકીની વિગતો વિશે કોઈ માહિતી આપી નથી. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી કારની ઝલકમાં તે સંપૂર્ણપણે અલગ દેખાય છે. તેને અત્યાર સુધીની સૌથી લાંબી રેન્જની કાર માનવામાં આવે છે અને કંપનીએ તેની એરોડાયનેમિક્સ પર પણ ઘણું કામ કર્યું છે. આશા છે કે આ એક મજબૂત અને ઝડપી કાર હશે. કંપની દ્વારા જાહેર કરાયેલી ઝલક પરથી અનુમાન લગાવી શકાય છે કે નવી EV બહુ જલ્દી પ્રોડક્શન સ્ટેજ પર પહોંચી શકે છે.
Related Articles
શાહરુખે લોન્ચ કરી હ્યુન્ડાઇની EV આયનિક-5, મારુતિએ ઇથેનોલથી ચાલનારી વેગન-R લોન્ચ કરી
શાહરુખે લોન્ચ કરી હ્યુન્ડાઇની EV આયનિક-5...
Jan 11, 2023
આવી ગઈ દુનિયાની પ્રથમ ઉડતી મોટરસાઇકલ, 100KM ની ટોપ સ્પીડ
આવી ગઈ દુનિયાની પ્રથમ ઉડતી મોટરસાઇકલ, 10...
Sep 19, 2022
Marutiએ શરૂ કર્યું નવી Celerioનું પ્રી-લોન્ચ બૂકિંગ, આટલા રૂપિયામાં કરાવી શકાશે બૂક
Marutiએ શરૂ કર્યું નવી Celerioનું પ્રી-લ...
Nov 22, 2021
Trending NEWS

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

05 June, 2023

05 June, 2023

05 June, 2023