રાજસ્થાનમાં ગમખ્વાર માર્ગ અકસ્માત નવપરિણીત યુગલ સહિત 11ના મોત

March 15, 2020

જોધપુર : રાજસૃથાનના જોધપુરના સબડિવિઝન શેરગઢના ગામ સોનિત્રા પાસે એક ટ્રક સાથે કાર આૃથડાતાં તેમાં મુસાફરી કરી રહેલા નવ પરિણીત યુગલ સહિત અગિયાર જણાના મોત થયા હતા, એમ પોલીસે કહ્યું હતું.

માર્યા ગયેલાઓમાં વિક્રમ અનમે સિતા નામના બે બાળકો પણ હતા જેઓ નવ વિવાહિતો સાથે જ કારમાં બેઠા હતા.બાડમેલના શહેર બાલોતરાથી  રામદેવ પીરના દર્શન કરવા સપરિવાર તેઓ રામદેવરા જઇ રહ્યા હતા.પોલીસ અિધકારી રાહુલ બરહાટે કહ્યું હતું કે ' હાઇવે પર વણાંક આવતા નવયુગલની કાર એક ટ્રક સાથે આૃથડાઇ હતી. અગીયાર જણા ઘટના સૃથળે જ માર્યા ગયા હતા.

ઘટનાની જાણ થતાં વડા પ્રધાન મોદીએ મૃતકો પ્રત્યે વેદના વ્યક્ત કરી હતી.' અકસમાતમાં માર્યા ગયેલાઓ પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરૂં છું. ઘાયલોના જલદી સાજા થવાની ઇશ્વરથી પ્રાર્થના કરૂં છું.અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું.

ટ્રકને પણ નુકસાન થયું હતું. અક્સમાતના ભોગ બનેલાઓને કારમાંથી બહાર કાઢવા ગ્રામીણોએ ખૂબ મહેનત કરી હતી. બંને વાહનોને અલગ કરવામાં ભારે મુશ્કેલી પડી હતી. ઘાયલો પૈકી ત્રણની તબીયત પણ ખૂબ જ નાજુક હોવાનું કહેવામાં આવ્યું હતું.