થાઈલેન્ડમાં માર્ગ અકસ્માતમાં 2 બાળકો સહિત 11 લોકોના મોત

January 23, 2023

12 લોકો વાનમાં વેકેશન ગાળવા માટે બેંગકોક જઇ રહ્યા હતા
30 સેકન્ડમાં આખી વાન બળીને ખાખ થઈ ગઈ
થાઇલેન્ડમાં લૂનર ઈયરની રજા દરમિયાન માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે સોમવારે આ માહિતીની જાણકારી આપી હતી. રિપોર્ટ અનુસાર, શનિવારે મોડી રાત્રે 12 લોકો વાનમાં વેકેશન ગાળવા માટે બેંગકોક જઇ રહ્યા હતા. આ દરમિયાન સિખિયો જિલ્લામાં આ વાન આંચકાના કારણે પલટી ખાઇ ગઇ હતી અને આગ લાગી ગઇ હતી. રિપોર્ટ અનુસાર, વાનની બારીમાંથી બહાર નીકળી ગયો તેથી તે બચી ગયો. જ્યારે અન્ય તમામ લોકોના અંદર ફસાયેલા લોકોનું દાઝી જવાથી મોત થયા હતા.
ઇમરજન્સી સેવાઓ સાથે ઘટના સ્થળે દોડી આવેલી સ્થાનિક બચાવની ટીમે જણાવ્યું હતું કે આગ લાગ્યાની સેકન્ડો બાદ વાનમાં વિસ્ફોટ થયો હતો. 30 સેકન્ડમાં આખી વાન બળીને ખાખ થઈ ગઈ હતી. તેમને વધુમાં જણાવ્યું કે,   હું માત્ર ઊભો રહીને જોતો રહ્યો, કશું જ કરી શક્યો નહીં. અમારું માનવું છે કે આગ લાગવાનું મુખ્ય કારણ વાન પલટી જવાને કારણે રસ્તા પર પડતું બળતણ હતું. જો કે હજુ સુધી આ સમગ્ર અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.