રાજ્યમાં ૧,૧૪૪ નવા કેસ, સુરતમાં ૧૧ સહિત ૨૪ મોત

July 29, 2020

ગાંધીનગરઃ ગુજરાતમાં હવે રોજેરોજ ડાંગ સહિત તમામ જિલ્લાઓમાંથી નવા કેસ વધી રહ્યા છે. ૨૪ કલાકમાં ૨૨,૯૧૪ ઇ્-ઁઝ્રઇ ટેસ્ટમાંથી વિક્રમજનક ૧૧૪૪ પોઝિટિવ રિપોર્ટ મળતા અનલોક-૩ તરફ આગળ વધતા પૂર્વે જ કૂલ કેસની સંખ્યા ૬૦ હજારને પાર થઈ રહી છે. સુરતમાં ૧૧, અમદાવાદમાં પાંચ, વડોદરામાં ૩, પાટણ- રાજકોટમાં બે-બે અને મહેસાણામાં વધુ એક દર્દીનું મૃત્યુ થતા અત્યાર સુધીમાં ૨,૩૯૬ નાગરિકોને જીવ ગુમાવવો પડયો છે. ઓગસ્ટથી અનલોક-૩ની માર્ગર્દિશકા જાહેર થઈ ચૂકી છે. ગુજરાતમાં સવા બે મહિનાના ચાર લોકડાઉન કરતા બે મહિનાના બે અનલોકમાં જ સત્તાવારપણે પાંચ ગણાં કેસ વધ્યા છે. ૧૮ માર્ચથી ૩૧ મે વચ્ચેના ૭૪ દિવસમાં ૧૨,૮૮૯ કેસ અને ૧,૦૩૮ મૃત્યુ નોંધાયા હતા. છૂટછાટો સાથેના ૧ જૂનથી ૨૯ જુલાઈ વચ્ચેના ૫૯ દિવસમાં ૪૬,૨૩૭ કેસ અને ૧,૩૫૮ મૃત્યુ થયા છે. નવા ૧૧૪૪ કેસ સાથે ૨૪ કલાકમાં ૭૮૩ દર્દીઓને ડિસ્ચાર્જ મળતા અત્યાર સુધીમા સાજા થયેલા નાગરીકોની સંખ્યા વધીને ૪૩,૧૯૫એ પહોંચી છે. જો કે, બુધવાર સાંજની છેલ્લી સ્થિતિએ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩,૫૩૫ દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાંથી ૮૯ને વેન્ટિલેટર ઉપર રાખવા પડયા છે. સૌરાષ્ટ્ર- કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જેટ વિમાનની ગતિએ કોરોના ફેલાયો રાજ્યમાં સૌથી વધુ ૨૯૧ કેસ સુરતમાંથી મળ્યા છે.