મરકઝમાંથી ગુજરાત પરત ફરેલાં 126 લોકોમાંથી 12 લોકોનો રિપોર્ટ પોઝિટિવઃ DGP

April 06, 2020

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, રાજ્યમાં સ્થાનિક સંક્રમણ વધી રહ્યું છે. લોકો કારણ વગર ખાનગી વાહન લઈને નીકળશે તો જપ્ત થશે. હવે કડકપણે નિયમનું પાલન કરવું પડશે. ગામડા સુધી સંક્રમણ ન ફેલાઈ તેની તકેદારી રાખવામાં આવી છે. ટુ વ્હીલર પર બે વ્યક્તિઓએ સફર કરવી નહીં. સોસાયટીમાં પણ લોકો એકઠાં થશે તો કાર્યવાહી થશે. તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે જનતાએ મગજનો પારો શાંત રાખવો. ચાર મહાનગરોમાં પોલીસને વધારે કડકાઈની સૂચના આપવામાં આવી છે. તબીબ, નર્સ, કે ક્વોરન્ટાઈન કે સાજા થયેલ વ્યક્તિને હેરાન ન કરો.

મરકઝમાં ગયેલાં 126 લોકોની ઓળખ થઈ છે. મરકઝમાં ગયેલાં 12 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. મરકઝમાં જઈ આવેલાં એક વ્યક્તિએ પોલીસને ગેરમાર્ગે દોરી. 11 માર્ચે દિલ્હીથી પરત આવી ગયો હોવાનું તેણે જણાવ્યું હતું. પણ તે 27 માર્ચ સુધી દિલ્હીમાં જ હતો. ગુજરાતમાં 18 હજારથી પણ વધારે વાહનો જપ્ત કરાયા છે. મરકઝમાં જઈ આવેલાં એક વ્યક્તિની તપાસ ચાલી રહી છે