ચિત્તાના આગમનથી દેશના 130 કરોડ લોકો ખુશ: PM મોદી

September 25, 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવારે) 'મન કી બાત'ની 93મી આવૃત્તિને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના 130 કરોડ લોકો ચિત્તાના આગમનથી ખુશ છે, તેઓ ગર્વ લઇ રહ્યા છે. આ ભારતનો પ્રકૃતિ પ્રેમ છે.

'મન કી બાત'માં પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે હવેથી ચંદીગઢ એરપોર્ટ શહીદ ભગત સિંહ એરપોર્ટ તરીકે ઓળખાશે. લાંબા સમયથી તેની માંગ કરવામાં આવી રહી હતી.

28મી સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો વિશેષ દિવસ આવી રહ્યો છે. આ દિવસે આપણે ભારત માતાના બહાદુર પુત્ર ભગતસિંહજીની જન્મજયંતિ ઉજવીશું. ભગતસિંહની જન્મજયંતિ પહેલા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગત સિંહના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પંડિત દીનદયાલ ઉપાધ્યાયને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે 25 સપ્ટેમ્બરે દેશના જાણીતા માનવતાવાદી, વિચારક પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તેમના વિચારોની સુંદરતા રહી છે, તેમણે તેમના જીવનમાં વિશ્વની મોટી ઉથલપાથલ જોઈ હતી. તે વિચારધારાઓના અથડામણના સાક્ષી બન્યા.