સરહદો ખુલતાં કેનેડાના હવાઈમથક પર વિદેશી પ્રવાસીઓમાં 14 ગણો વધારો

November 23, 2021

  • ઓક્ટોબર મહિનામાં કેનેડાના હવાઈમથકો ઉપર 2,63,400 વિદેશી પ્રવાસીઓ આવ્યા  
ક્યૂબેક : કોવિડ-19 દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે કેનેડાના આંતરરાષ્ટ્રીય હવાઈમથકો ઉપર અવાર-જવર લગભગ ઠપ થઇ ગઈ હતી. પરંતુ હવે બંને દેશો વચ્ચેની સરહદો સંપૂર્ણ રસી મુકાવી હોય તેવા લોકો માટે ખુલ્લી મુકાતા કેનેડાના આંતરરાષ્ટ્રીય હવાઈમથકો ઉપર પ્રવાસીઓની અવર-જવરમાં વધારો થયો છે. સ્ટેટિકસ કેનેડા તરફથી શુક્રવારે ઓક્ટોબર મહિનાના જે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે તે દર્શાવે છે કે, એ કેનેડાના હવાઈમથકો ઉપર 2,63,400 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. આમ કેનેડાના હવાઈ મથકો ઉપર ગયા વર્ષના આ જ મહિના કરતા 14 ગણા વધુ વિદેશી પ્રવાસીઓની અવાર-જવર થઇ હતી. જે કેટલાક વિદેશી પ્રવાસીઓ કેનેડામા આવ્યા હતા તેની સંખ્યા 1,14,200 હતી, તે વધીને 1,49,200 પર પહોંચી છે.ઓગસ્ટની 9મીથી કેનેડામાં પ્રવાસીઓ પરના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હતા. આ પ્રતિબંધો માર્ચ 2020માં કોવિડ-19ના કારણે લાદવામાં આવ્યા હતા. પરંતુ હવે આ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે અને સંપૂર્ણ રસી મુકાવનાર અમેરિકાનો કોઈપણ કારણ વિના પણ કેનેડામાં આવી શકે છે તેવી છૂટને કારણે બંને દેશો વચ્ચેના પ્રવાસીઓની અવર-જ્વરમાં વધારો થયો છે. સપ્ટેમ્બર 7થી સરહદો ખુલ્લી મુકતા હવે વિશ્વભરના પ્રવાસીઓ કેનેડા આવવા લાગ્યા છે. નવી જોગવાઈ મુજબ જે કોઈ કેનેડામા આવવા ઇચ્છતું હોય તેને સંપૂર્ણ રસી મુકાવી હોવી જોઈએ, તે અનિવાર્ય છે એમ હેલ્થ કેનેડાએ જણાવ્યું હતું. તેને એમ પણ કહ્યું હતું કે, કેનેડામા પ્રવેશનાર પ્રવાસીએ ફ્લાઇટના 72 કલાક પહેલા નેગેટિવ પીસીઆર ટેસ્ટનો પુરાવો રજુ કરવો જરૂરી છે.