ગુજરાતમાં 1402 કોરોના પોઝિટિવ, 16 દર્દીઓના અવસાન

September 22, 2020

ગુજરાતમાં 1402 કોરોના પોઝિટિવ, 16 દર્દીઓના અવસાન
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1402 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,26,169એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3355એ પહોંચ્યો છે. જ્યારે 1321 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 84.34 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 62,097 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 179, અમદાવાદ કોર્પોરેશન 159, સુરત 119, રાજકોટ કોર્પોરેશન 105, જામનગર કોર્પોરેશન 101, વડોદરા કોર્પોરેશન 96, બનાસકાંઠા 46, રાજકોટ 45, વડોદરા 40, ભાવનગર કોર્પોરેશન 34, કચ્છ 33, મહેસાણા 32, અમરેલી 29, પંચમહાલ 28, અમદાવાદ 26, ગાંધીનગર 26, ગાંધીનગર કોર્પોરેશન 26, મોરબી 23, ભરૂચ 22, જામનગર 22, પાટણ 19, જુનાગઢ કોર્પોરેશન 18, જુનાગઢ 17, મહીસાગર 15, ગીર સોમનાથ 14, ભાવનગર 13, દાહોદ 12, સાબરકાંઠા 12, સુરેન્દ્રનગર 12, બોટાદ 10, તાપી 10, દેવભૂમિ દ્વારકા 9, અરવલ્લી 8, ખેડા 8, નવસારી 8, નર્મદા 6, આણંદ 5, છોટા ઉદેપુર 5, પોરબંદર 5, વલસાડ 3, ડાંગ 2 કેસો મળી કુલ 1402 કેસો મળ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં સુરત 3, અમદાવાદ કોર્પોરેશન 2, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1, અમરેલી 1, ગાંધીનગર 1, સુરેન્દ્રનગર 1, વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 16 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3355એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 106412 નાગરીકો સાજા થઈ ગયા છે. 3355ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,402 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 92 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,310 સ્ટેબલ છે.